સામગ્રી
+ ૧ પૅકેટ અથવા ૧ મકાઈ શેકેલી
+ ૧ કપ બ્રેડ ક્રુટોન્સ
+ ૧ ટી-સ્પૂન ઑલિવ ઑઇલ
+ મીઠું-મરી
+ અડધો કપ લાલ કાંદા (દેશી)
+ અડધો કપ ચેરી ટમેટાં
+ અડધો કપ કાકડી ચોરસમાં કાપેલી
+ ૧ કૅપ્સિકમ ચોરસમાં કાપેલું (લાલ/ પીળું/ ગ્રીન)
+ અડધો કપ મોઝરેલા ચીઝ બૉલ શેપમાં અથવા ચોરસ અથવા
+ પનીર ક્યુબ્ડ
+ ૩ ટેબલ-સ્પૂન બેસિલ લીવ્ઝ
ડ્રેસિંગ
+ ૧/૩ કપ ઑલિવ ઑઇલ
+ બે ટી-સ્પૂન રાઇસ વાઇન વિનેગર
+ અડધો ટી-સ્પૂન માસ્ટર્ડ પેસ્ટ
+ ૧ કળી લસણ
+ ૧/૪ ટી-સ્પૂન ઑરેગાનો
+ ૧/૪ ટી-સ્પૂન મીઠું
+ ૧/૮ ટી-સ્પૂન મરી
રીત
૧. એક બોલમાં શેકેલા મકાઈના દાણા લેવા.
૨. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં એક દિવસ જૂની બ્રેડના પીસ (ચોરસ) લઈ એમાં મીઠું-મરી નાખી ક્રિસ્પ કરવા. સાઇડમાં રાખવા.
૩. ડ્રેસિંગની સામગ્રી મિક્સ કરવી.
૪. એક બોલમાં મકાઈના દાણા, ચૉપ્ડ વેજિટેબલ્સ, ચીઝ અથવા પનીર, બ્રેડ ક્રુટોન્સ લઈ મિક્સ કરવું. સૅલડ પત્તાં પણ લઈ શકાય છે.
૫. એના પર ડ્રેસિંગ રેડી બરાબર મિક્સ કરી તરત જ સર્વ કરવું.