• home
  • Our Magazine
    • Our Publication
  • Business Directory
  • Top news
    • Vishwakarma Vishwa
    • National
    • International
    • Life Style
    • Health & Foods
    • Fashion & Beauty
    • Recipes
    • Gujarat
    • Religious
    • Suvichar
  • Organization
  • About Us
    • Advertisement With Us
  • Contact Us
  • Home »
  • Vishwakarma Vishwa

વિશ્ર્વકર્મા બાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન : નવી જગ્યા લેવા દૃઢ સંકલ્પ

શ્રી ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા બાગ-મુંબઇ ટ્રસ્ટ કમિટી ૧૫-૧૮ દ્વારા ૧પ ઓગસ્ટ-૨૦૧૭ના પ્રોત્સાહન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેવલભાઇ સુરેશભાઇ વડગામા ગોલ્ડ મેડાલીસ્ટ મેકેનીકલ એન્જિનિયરનું સ્વાગત વિશ્ર્વકર્મા બાગના મંત્રી શ્રી ગીરીશભાઇ જાદવાણી દ્વારા થયુ અને કિંજલબેન હરેશભાઇ વડગામા(એમબીબીએસ)નું સ્વાગત ટ્રસ્ટી શ્રી જગદીશભાઇ ભાડેશિયા દ્વારા મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેતનભાઇ પિલોજપરા-આસીસ્ટન્ટ કમિશનર, ઇન્કમટેક્ષ, મુંબઇનું સ્વાગત વિશ્ર્વકર્મા બાગના પ્રમુખ શ્રી હિતેશભાઇ પંચાસરા દ્વારા મોેમેન્ટો અને પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ અને વિશ્ર્વકર્મા બાગના પ્રમુખશ્રી હિતેશભાઇ પંચાસરા તથા ઉપસ્થિત વિશ્ર્વકર્માદાદા પરિવારના કમિટી સભ્ય જયંતભાઇ જોલાપરા, આશિતભાઇ ઘોરેચા અને અન્ય મહાનુભાવોએ દિપ પ્રાગટયથી સમારોહ કાર્યક્રમની શ‚આત કરી.
પ્રોત્સાહન સમારોહમાં કુલ ઉર્ત્તીણ ૯૫ વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરાયું. આ સાથે સમારોહમાં મનોરંજન કાર્યક્રમમાં પણ ૧પ સ્પર્ધકોએ સહભાગી થઇ ડાન્સ, ‚બી કયુબ અને મ્યુઝીકલ પ્રોગ્રામ કરી આ સમારોહને વધુ આકર્ષિત બનાવ્યું મુખ્ય અતિથિ કેવલભાઇ વડગામાએ પોતાના મંતવ્ય વ્યકત કરી જણાવ્યુ કે તેઓ આજે તેઓ વિશ્ર્વકર્મા બાગમાં એક સમય વહેલા અહીં બેઠેલા વિદ્યાર્થીઓની જેમ દરેક વર્ષે ઇનામ મેળવ્યું છે અને આજે એમનું સ્વાગત મુખ્ય અતિથિ તરીકે કરવામાં આવ્યું. તે સાથે તેમને કહયુ કે કોઇ પણ વિષયમાં ભણો પણ એટલી મહેનત અને લગનજથી ભણો કે તમારા માવતરએ કરેલા પ્રયાસોનું આપણે વળતર ચુકવી શકીએ આ સાથે કાજલબેન વડગામાએ પોતાના મંતવ્ય વ્યકત કરતા જણાવ્યું કે આજે આ મંચ સુધી અને ડોકટરેટની ડિગ્રી પ્રાપ્ત કરવામાં તેમના પરિવારના દરેક સભ્યોએ તેમને ખુબ જ સાથ આપ્યો છે અને આવેલ વિદ્યાર્થીઓને પણ એ કહયુ કે તેઓ પણ ખુબ જ મહેનત અને લગનથી ભણી આગળ પોતાનું ભવિષ્ય ઉજજવળ બનાવે.
આવેલ મુખ્ય અતિથિ વિશેષ કેતનભાઇ પિલોજપરાએ પોતાનુ પ્રવચન આપી કહયુ કે તેઓને આજે બીજી વાર અહીં અતિથિ તરીકે સન્માનિત કહયુ તે માટે વિશ્ર્વકર્મા બાગ અને ટ્રસ્ટીઓને ખુબ આભાર માની વિદ્યાર્થીઓને ઉત્તેજીત કર્યુ કે તેઓ વધુ સારી મહેનત કરી આ રીતે આગળ વધે. તે સાથે પ્રાયમરી સેકશનમાં ર૧ ઉર્ત્તીણ વિદ્યાર્થીઓ, સેકેન્ડરી સેકશનમાં ૧૯ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ, એસએસસીમાં ૧૫ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ, એચએસસીમાં ૮ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ અને એચએસસી ઉપરના આર્કિટેક ડીપ્લોમા, એન્જિનિયરીંગ, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ એવા ૩૪ વિદ્યાર્થીઓને પારિતોષીક ઘોષિત કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રોત્સાહન સમારોહને આભાર વચન આપી ટ્રસ્ટ કમિટી ૧૫-૧૮ના ખજાનચી શ્રી તુષારભાઇ ધ્રાંગધરિયાએ મુખ્ય અતિથિ અને મુખ્ય અતિથિ વિશેષનો ખુબ આભાર માન્યો કે જેમને અહી આવી આ સમારોહમાં વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું. તે સાથે તેમણે સંસ્થા તરફથી ચાલતુ દૃષ્ટિકોણ જેમાં વિવિધ પ્રકારના વોકેશનલ કોર્સ છે તેનો સભ્યોએ વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું અને સંસ્થા દ્વારા નવી જગ્યા લેવાના જે પ્રયત્નો ચાલી રહયા છે તેની વિગત આ ઉપસ્થિત સભ્યોનો આભાર માન્યો.
આ સમારોહના અંતે વિશ્ર્વકર્મા બાગ-મુંબઇના ટ્રસ્ટ કમિટી ૧૫-૧૮ના ઉપપ્રમુખ શ્રી રસીકભાઇ વઘાડિયા અને ટ્રસ્ટીશ્રી જમનભાઇ પેશાવરીયાએ કાર્યકર્તાઓને આ કાર્ય સુંદર રીતે કરવા બહુમાન કર્યું. આ સમારોહમાં પ૦ જ્ઞાતિ સભ્યોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
મુંબઇમાં નવી જગ્યા લેવા નિર્ણય કરવાની બેઠકમંા જ ર કરોડ ‚ા.નું અનુદાન જાહેર થયું.
પ્રમુખ હિતેશભાઇએ ૧૧ લાખ અને કિશોરભાઇએ ૧,૧૧,૧૧૧નો ચેક આપી ફંડના શ્રી ગણેશ કર્યા
મુંબઇ વિશ્ર્વકર્મા બાગની સ્થાપનાને વર્ષો થયા બાદ આજે મુંબઇમાં ગુર્જર સુતારોના પરિવારના વધતા જતા વ્યાપની સાથોસાથે જે તે વિસ્તારને વિશ્ર્વકર્મા બાગ જેવી જ સુવિધા મળી રહે તે માટે બીજો વિશ્ર્વકર્મા બાગ બનાવવાનો દૃઢ નિર્ણય હાલની કમિટીએ હોદા ગ્રહણ કર્યા ત્યારે જ લીધો હતો. હવે આ નિર્ણય પરિણામમાં બદલવા ટ્રસ્ટ કમિટી કટીબદ્ધ છે અને નવી જગ્યા લેવાનું આ સ્વપ્નુ સાકાર કરવા ટ્રસ્ટ કમિટીએ તા. ૬/૮ના રોજ બોલાવેલ સભામાં નવી જગ્યા લેવાના પ્રસ્તાવનો સ્વીકાર કરવાની સાથોસાથ ૧ર કરોડનો અંદાજ વાળુ બજેટ રજુ કરી અનુદાન મેળવવાની મંજુરી પણ ટ્રસ્ટ કમિટીને આપવામાં આવી હતી. સાથોસાથ આજ બેઠકમાં દાતાઓએ ર કરોડનું દાન સભ્યોમાંથી જ જાહેર થયું એટલુ જ નહીં પ્રમુખ હિતેશભાઇ ભાઇલાલ પંચાસરા (વિલે પાર્લે)એ તો ૧૧ લાખનો ચેક સુપરત કરી. તેમજ કિશોરભાઇ કુંવરજીભાઇ પેશાવરીયા (ઘાટકોપર)એ પણ ૧,૧૧,૧૧૧નો ચેક પણ બાગને સુપરત કરી સમગ્ર દેશના સમાજોમાં નવો ચીલો ચાતર્યો છે. મુંબઇ ઉપરાંત અન્ય શહેરના દાતાઓ પાસેથી અનુદાન લેવાનો પણ નિર્ણય કરાયો હતો.
ટ્રસ્ટી હરીશભાઇ (ગજજર) વિશરોલિયાએ આ પ્રસંગે કહયુ કે ભવિષ્યની જ‚રીયાતને ધ્યાનમાં રાખી નવી જગ્યા લીધા બાદ હાલના વર્ષો જુના બાગને તેને રીડેવલોપ કરવી જોઇએ અને તેમાં વધુ સારા ગેસ્ટ‚મ, વિદ્યાર્થી માટે સગવડ તેમજ પ્રસંગો માટે મોટા હોલ તેમજ વિવિધ સગવડોનો સમાવેશ કરી શકાય.
પ્રમુખ હિતેષભાઇ પંચાસરાએ ભગીરથ કાર્યમાં ફુલ નહી તો ફુલની પંાખડી વિશ્ર્વકર્મા બાગને અર્પણ કરી સમાજ પ્રત્યેની ફરજ નિભાવવાની અપીલ કરી અને સૌનો સાથ સૌનીો વિકાસના સુત્રને સાર્થક કરવા વિશ્ર્વકર્મા દાદાની કૃપા પણ થશે અને ખંભેખંભા મીલાવી સંપથી આ કામ પુરુ થશે જ તેવો દૃઢ વિશ્ર્વાસ ટ્રસ્ટ કમિટી વતી કર્યો હતો.
વિશ્ર્વકર્મા બાગના માર્ગદર્શક શ્રી પંકજભાઇ ભેંસાણીયા, બટુકભાઇ ભાડેશિયા, મનોજભાઇ ધ્રાંગધરિયા, આશીતભાઇ ઘોરેચા, પૂર્વપ્રમુખ હર્ષદભાઇ ઘોરેચા, ઇન્ટરનલ ઓડીટર મનીષભાઇ છનીયારા વગેરેએ પ્રાસંગીક વિચારો રજુ કર્યા હતા.
 

Published In : Vishwakarma Vishwa
Vishwakarma Vishwa © 2014 Privacy Policy | Terms and Conditions | Delivery and Shipping Policy | Refund and Cancellation