વિશ્ર્વકર્મા કેળવણી મંડળે કેળવણી મંડળના ઉપપ્રમુખ ચંદ્રેશ ખંભાયતાના કન્વીનર પદે અને મહેશભાઇ વડગામા અને તેની ટીમના આયોજનમાં બહેનો દરરોજ અર્વાચીન રાસની રમઝટ બોલાવે છે. માં ના ત્રીજા નોરતે ૧ર વર્ષ સુધીના બાળકો અને બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવ્યા બાદ નિર્ણાયકો પ્રતિકભાઇ અને શ્ર્વેતા પડીયા તથા ફોરમ પોપટે પ્રિન્સેસ તરીકે નેહા બકરાણિયા, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે અમિષા વડગામા, બાલ પ્રિન્સેસ કેયુર વડગામા અને બેબી પ્રિન્સેસ તરીકે મહેક ભાડેશિયાને જાહેર કર્યા બાદ સ્પોન્સર દિપકભાઇ પ્રવીણ ભકોડિયા, આરતીબેન ભકોડીયા(કિર્તી મોલ્ડીંગ), પ્રવીણ ગજજર(તંત્રી વિશ્ર્વકર્મા વિશ્ર્વ), કાર્યકર અજય દુદકીયા, સંજય ધ્રાંગધરિયા, ઉપાધ્યક્ષ ભરત ખારેચાના હસ્તે ઇનામો અપાયા હતા. ઇનામ બાદ સોએ આરતી કરી ધન્યતા અનુભવી હતી.