શ્રી વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે ચાલતા શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ મહોત્સવના ૪થા દિવસે ૧ર વર્ષ સુધીના વિદ્યાર્થીઓ અને બહેનોએ મન મુકીને રાસની રમઝટ બોલાવી હતી. નિર્ણાયકો બંસીબેન દેવમુરારી અને સ્નેહાબેન દેવમુરારીએ નાના પ્રિન્સ તરીકે વિવેક પિલોજપરાને, બાલ પ્રિન્સેસ તરીકે અસ્તુ ગોવિંદીયાને તેમજ પ્રિન્સેસ તરીકે ખુશ્બુ અંબાસણા અને વેલડ્રેસ પ્રિન્સેસ ઋત્વી તલસાીણયા જાહેર થયા હતા. જેને (વિકાસ વુડન વર્કસ) વાળા માણેકબેન મનસુખભાઇ અંબાસણા, મહેન્દ્ર મનસુખભાઇ અંબાસણા, સેજલબેન મહેન્દ્રભાઇ અંબાસણાના હસ્તે ઇનામો અપાયા હતા. દિપેશ છનિયારા અને કપિલભાઇ ગોવીંદીયાએ નિર્ણાયકોને સ્મૃતિ ચિન્હ આપ્યા હતા. ગઇકાલે જ્ઞાતિના ઉપાધ્યક્ષ પ્રવીણ ગજજર, ટ્રસ્ટી ત્ર્યંબકલાલ જોલાપરા, પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા, મંત્રી અશ્ર્વિન વડગામા, નટુભાઇ જાદવાણી, શાંતિભાઇ સાંકડેચા, રમેશભાઇ તલસાણિયા વગેરે ઉપસ્થિત રહયા હતા. જેને અધ્યક્ષ કિશોરભાઇ જાદવાણી, પ્રમુખ ચમનલાલ ગોવિંદીયા, ચંદ્રેશ ખંભાયતા, મહેશભાઇ વડગામા વગેરેએ આવકાર્યા હતા.