રાજકોટના શ્રી વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ મહોત્સવ દિન પ્રતિદિન જામતો જાય છે. ગઇકાલે પાંચમા નોરતે નિર્ણાયકો, નિતાબેન શેઠ અને શિતલબેન ભાલોડિયા પ્રિન્સેસ તરીકે જહાનવી ત્રેટીયા, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે મેઘા ભાડેશિયાને જાહેર કર્યા હતા. જયારે બેબી પ્રિન્સેસ તરીકે અમી પેશાવરીયા અને બાબો પ્રિન્સ તરીકે ઓમ ધ્રાંગધરીયાને જાહેર કર્યા હતા. જેમને ઇનામો નટુભાઇ ભારદિયા, જયસુખભાઇ ઘોરેચા, સ્પોન્સરો મંતુલાબેન ભરતભાઇ ભાલારા, લલીતભાઇ દિલીપભાઇ ઘોરેચા, આશિષભાઇ દિનેશભાઇ ભાલારાના હસ્તે ઇનામો અપાયા હતા.