વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે દરરોજ રાસ ગરબાની રમઝટ બોલે છે. દરરોજ વિવિધ ક્ષેત્રમાંથી નિર્ણાયકો આવીને પ્રિન્સ-પ્રિન્સેસ જાહેર કરે છે. ગઇકાલે પ્રતિકભાઇ અને શ્રીમીત હિરલબેન પ્રતિકભાઇ ભટ્ટીએ બાલ પ્રિન્સ તરીકે આર્યન વિરમગામાને, બાલ પ્રિન્સેસ તરીકે ખુશ્બુ વિરમગામાને પ્રિન્સેસ તરીકે ઝરણા ભાડેશિયાને અને વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે શિવાની વડગામાને જાહેર કયાૃ હતા. વિજેતાઓને સ્પોન્સરો પ્રકાશભાઇ રામજીભાઇ અને નિરૂપાબેન પ્રકાશભાઇ કરગથરાના હસ્તે ઇનામો અપાયા. નિર્ણાયકોને કમલેશ ભારદિયા અને શૈલેષ ખંભાયતાના હસ્તે ઇનામો અપાયા હતા.