ભકિતનગર સ્ટે. પ્લોટ ખાતે ચાલતા શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ મહોત્સવમાં ૭માં નોરતે નિર્ણાયક તરીકે કિર્તીબેન રૂઘાણી અને જયોતિબેન સવજીયાણીએ સેવા આપી હતી અને પ્રિન્સેસ તરીકે ક્રિષ્ના વડગામા, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે વંશિકા તલસાણિયા બાલ પ્રિન્સ તરીકે કેવીન વાડેસા અને બાલ પ્રિન્સેસ તરીકે મૈત્રી પિલોજપરાને જાહેર કરાયા હતા. વિજેતાઓને ઇનામો સ્પોન્સર દિપકભાઇ ગોવિંદભાઇ કરગથરા, રક્ષાબેન દિપલભાઇ કરગથરા, ટ્રસ્ટી જયંતિભાઇ તલસાીણયા અને જયેશભાઇ વડગામાના હસ્તે ઇનામો અપાયા હતા.