આજે વિજેતાઓને જ્ઞાતિ પ્રમુખ રસીકભાઇ અને ગીરીશભાઇ સોનાની ગીની આપશે : આજે મેગા ફાઇનલ
શ્રી વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે સંગીતમય સુરાવલીઓની સાથે રાસગરબાની રમઝટ સાથે સ્પર્ધા યોજાયા બાદ નિર્ણાયકો ડો. જતીન ઉપાધ્યાય અને ડો. ચેતનાબેન રાજયગુરૂએ પ્રિન્સેસ તરીકે સ્નેહા સાંકડેચાને બાલ પ્રિન્સ તરીકે અક્ષીત કથ્રેચાને બેબી પ્રિન્સેસ તરીકે ખુશ્બુ ઘોરેચાને અને વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે કેયુરી વડગામાને જાહેર કર્યા હતા. વિજેતાઓને ઇનામો સ્પોન્સર અમિતભાઇ ચેતનભાઇ ધ્રાંગધરિયા, પુજાબેન ચેતનભાઇ ધ્રાંગધરિયાના તેમજ અનિલ સાંકડેચા, હર્ષદભાઇ બકરાણિયના હસ્તે ઇનામો અપાયા. નિર્ણાયકોને જનકભાઇ વડગામાએ મોમેન્ટો અર્પણ કર્યો હતો.
નવેય દિવસના પ્રિન્સ પ્રિન્સેસ વચ્ચે મેગા ફાઇનલ યોજાશે. જેમાં પ્રિન્સ પ્રિન્સેસ તેમજ અન્ય વિજેતાઓને ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા, તેમજ પ્રગતિ મંડળના પ્રમુખ ગીરીશભાઇ વઢવાણા તરફથી તેમના જ હસ્તે સોનાની ગીની સહિતની ભેટ અપાશે.