ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ગુજરાત પોલીસના વહીવટી તંત્રમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવતી હોવાથી દરેક રેન્જના આઇજી, ડીજીપી, એડીજીપી, આઇજીપી સહિત લગભગ તમામ ૬૧ આઇપીએસ અધિકારીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી હતી. રાજયના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે બદલીઓની જાહેરાત કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર એસપી દીપાંકર ત્રિવેદી તથા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એસપી અશોકકુમાર યાદવને ડીઆઇજી બનાવાયા છે. અશોકકુમાર યાદવને અમદાવાદ ઝોન-ટુનો હવાલો સોંપાયો છે. જયારે ડો.કે.એલ.એન.રાવને અમદાવાદ લવાયા છે. કાયમી ડીજી હોવા છતાં ઇન્ચાર્જ ડીજીપી રાખવાની વિચિત્ર પ્રથા સામે રાહુલ શર્મા હાઇકોર્ટમાં ગયા છે. આ સંદર્ભે કેડર પોસ્ટ સિવિલ ડિફેન્સ હોમગાર્ડ વડાના સ્થાને પ્રમોદકુમારને મુકી, ભવિષ્યમાં શિવાનંદ ઝા જેવા કાર્યદક્ષને મુખ્ય ડીજીપી બનાવવાનો રસ્તો મોકળો કર્યો. શમશેરસિંઘ એડી ડીજી બની ગયા હોવાથી તેમને બદલી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોમાં કરાઈ છે. વડોદરા રેન્જના કાર્યદક્ષ જી.એસ. મલિકને મુકી બેલેન્સ કરવા પ્રયાસ છે. સુભાષ ત્રિવેદીને આમ્ડર્સ યુનિટ બરોડામાં મુકાયા છે. આઈપીએસ અધિકારી કે.જી.ભાટીની વડોદરા, એચ.જી.પટેલની સુરત, એ.ડી.ચુડાસમાની વડોદરા, આર.જે.સવાણીની ગાંધીનીગર અને એ.કે.જાડેજાની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. આમ વિધાનસભાની ચૂંટણી પૂર્વે આઈપીએસ અધિકારીઓની મોટા પાયે સામુહિક બદલીઓ સરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ આગામી દિવસોમાં બદલીઓ સરવામાં આવે તેવી શકયતા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આઈએએસ અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.