માંડવીના નવપરામાં મહાલક્ષ્મી મંદિરમા માસિક રૂ. ૨૦ના વેતનથી ૭૫ વર્ષથી સેવા પૂજા કરતા ૧૮૦૦૦ની પૂંજી જમા કરેલ જે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના મંદિરનો ર્જીણોદ્ધારનો સાદ પડતા ૧૧૧૧૧ની રકમનું દાન આપી ખરા અર્થમાં પૂજારીએ દાતા બની અન્યોને પ્રેરણા આપતો દાખલો બેસાડ્યો.
હીરાલાલ રણછોડલાલ ત્રિપાઠી મહારાજ ૯૧ વર્ષની ઉંમરે અવિરત સેવા-પૂજા કરતા ૧૫ વર્ષની ઉંમરમાં તે સમયમાં ચાલતી જ્ઞાનગીરીજી મઠ સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી જયશંકર નરભેશંકર વેદિયાને ગુરૂ બનાવી કર્મકાંડનો અભ્યાસ ગ્રહણ કર્યો. ત્યાર બાદ માતાજીની સેવામાં તલ્લીન અને ભરપૂર શ્રદ્ધાના તાંતણે બંધાયેલા હોતા તેમણે આ ર્જીણોદ્ધારમાં પોતાનું યોગદાન રૂ. ૧૧૧૧૧નું અનુદાન બાંધકામ સમિતિના જયેશ ત્રિવેદી, યોગેશ ત્રિવેદી, મહેશ ઓઝા, અશ્ર્વિન ઓઝા, દર્શન ઓઝાને આ પૂંજીરૂપી દાનનો ચેક અર્પણ કર્યો તે સમિતિએ બિરદાવી લીધો હતો.
આ ૩૧૧ વર્ષના પૌરાણિક અને ચમત્કારિક મહાલક્ષ્મી માના મંદિરના સ્થાપનામાં એવી લોકવાયકા છે. વર્ષો પહેલા આ જ્ઞાતિના ઓઝા પરિવારને માતાજીએ પોતાનું અદ્ભુત સ્વરૂપ સ્વપ્નમાં દેખાડ્યું અને તેવું જ સ્વરૂપની સ્થાપના કરવા આદેશ આપ્યો ત્યારે આ પરિવાર સતત છ મહિના સુધી આ સ્વરૂપની પ્રતિમાની શોધખોળ કરતા કરતા રાજસ્થાન પહોંચ્યા તે દરમિયાન એક શિલ્પકાર જોગાનુજોગ એજ સ્વરૂપની મૂર્તિનું સર્જન છેલ્લા નવ માસથી કરતો હતો ત્યારે આ પરિવારે તમામ વાત જણાવી તેની માગણી કરતા શિલ્પકારે મૂર્તિનું આવી મૂર્તિનું કોઈ મૂલ્ય ન લઇને સ્થાપનામાં હાજરી આપી હતી. આ ર્જીણોદ્ધારના મુખ્ય દાતા મૂળ માંડવી હાલે મસ્કત સ્થિત ગં. સ્વ. કાન્તાબેન હરસુખલાલ ઓઝા પરિવાર રહ્યા છે.