ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે નાગરિક સન્માન સમારોહ
શહેરમાં શિશુવિહાર સંસ્થા ખાતે માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહમાં મોરારિબાપુએ કહ્યું કે આપણી વ્ાૃત્તિ જો આપવાની હોય તો ઈશ્ર્વર પણ ભિક્ષા માગવા આવે. માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન (વર્ષ ૨૦૧૭) પ્રસંગે ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે મોરારિબાપુના હસ્તે કિરણભાઈ ચિંગ્લોન તથા શ્રુતિબહેન શ્રોફને શ્રેષ્ઠ નાગરિક સન્માન, વિનોદીનીબહેન શાહને શ્રેષ્ઠ મહિલા શિક્ષક સન્માન અને શ્રી ભારતીબેન ભટ્ટને યશસ્વી મહિલા સન્માન અર્પણ થયો હતો. આ સાથે શ્રેષ્ઠ શિક્ષક સન્માન માટે યશવંતભાઈ મહેતા ઉપસ્થિત રહી શક્યા ન હતા. આ સન્માન સમારોહમાં મોરારિબાપુએ દાતાઓના યથાશક્તિ તેમ જ યથાયોગ્ય દાનની સરાહના કરી અને કહ્યું કે, આપણી વ્ાૃત્તિ જો આપવાની હોય તો, ઈશ્ર્વર પણ ભિક્ષા માગવા આવે. તેઓએ દશેરા પ્રસંગે વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડનો પ્રસંગ ઉલ્લેખીને ટકોર કરી કે ‘રાવણ’ નહીં, તેના કરતા ‘રાવણત્વ’નો વધ થવો જોઈએ. સંસ્થાના પૂર્વસૂરિ માનભાઈ ભટ્ટને પુણ્ય શ્લોક ગણાવી અહીં થતી પ્રવ્ાૃત્તિને બિરદાવી અને અહીં અપાયેલા દાન સાથે દાતાઓએ ૨૧મી સદીના તપસ્વીઓ ગણાવ્યા. દાતાઓના દાનને યજ્ઞ કાર્ય ગણાવ્યું હતું.