● અખિલેશ યાદવ ફરી બની શકે છે સમાજવાદી પાર્ટીના સુકાની...આજના અધિવેશનમાં થશે નિર્ણય...
● GDPમાં ઘટાડાના ટીકાકારોને આંકડાઓ સાથે મોદીનો જવાબ...કહ્યું, UPA સરકારના 6 વર્ષમાં 8 વખત GDP દર 5.7 ટકા અથવા તેનાથી પણ નીચો રહ્યો
● ફરી ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ...કેન્દ્રએ 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ હવે રાજ્ય સરકાર ઘટાડશે વેટ...રૂપાણીની જાહેરાત
● ભાવનગર : મહુવાના ભાદ્રોડ ગામે ગૌરવ યાત્રાના બેનર લગાવવા ગયેલા બે મજુરના શોક લાગતા મોત : ભાદ્રોડ ગામના હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક ૬૬ કેવી લાઈનના થાંભલા પર ગૌરવ યાત્રાના બેનર લગાવવા ગયેલા મજુરના મોત
● વાપીના છીરી વિસ્તારમાં યુવકોનાં બે જૂથ વચ્ચે બબાલ, અંગત અદાવતને લઈ થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ : બબાલમાં બે યુવકો પર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો, હિરલ પરમાર નામના યુવક નું કરુણ મોત, અન્ય એક ઇજાગ્રસ્ત
● અમદાવાદ: લખનઉની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 13 લાખની ઠગાઇ, એલિસબ્રીજ પોલીસસ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ : ગઠિયાએ લખનઉની હિન્દ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલના કાઉન્સેલર તરીકે ઓળખ આપી હતી : એલિસબ્રીજની નામી હોટલમાં મિટીંગ કરી ટુકડે ટુકડે 13 લાખ પડાવ્યા
● ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક એન્ડ સાયબર સિક્યુરીટી મુદ્દે સવારે 9 કલાકે કોન્ફરન્સની કરાશે શરૂઆત : અપર ઓડિટોરીયમ GFSU ખાતે યોજાશે કાર્યક્રમ, મુખ્ય સચિવ જે.એન.સિંઘ કાર્યક્રમમાં આપશે હાજરી
● 2002 ગુલબર્ગ કાંડ મામલો, મોદીને ક્લીન ચીટના અહેવાલ સામે ઝાકીયા જાફરીની અરજી : હાઇકોર્ટમાં ઝાકિયા જાફરીની અરજી પર સુનવણી : 2002 ગુલબર્ગ હત્યા કાંડમાં મોદીને ક્લીન ચીટ આપવામાં આવી હતી : સીટના અહેવાને ઝાકીયા જાફરીએ HCમાં પડકાર્યો : આજે HCમાં આવી શકે છે ચુકાદો