સામગ્રી
નાની બટાકી- 15થી 20 નંગ
મીઠું – સ્વાદાનુસાર
મરી – 1 ચમચી
ઓરેગાનો – 1 ચમચી
ચીલી ફલેકસ – જરૂર મુજબ
તેલ – 2 ચમચી
રીત
સૌથી પહેલા નાના બટેટાને સારી રીતે બાફી લેવા. એક પેનમાં તેલ મુકી તેમાં બાફેલા બટેટા સાંતળી લેવા. તેને 5 મિનિટ બાદ બાઉલમાં કાઢી લેવા અને તેમાં મીઠું, મરી, ઓરેગાનો, ચીલી ફ્લેકસ ઉમેરી બરાબર હલાવી લેવું. હવે એક એલ્યુમિનિયમની ટ્રેમાં બટર લગાવી તેમાં મસાલાવાળા બટેટા મૂકવા અને તેના પર પણ બટર લગાવી દેવું. હવે આ ટ્રેને પ્રી-હીટ કરેલા ઓવનમાં 10 મિનિટ માટે રાખી ગરમાગરમ સર્વ કરવી.