ગુજરાત વિધાન-સભાની ચૂંટણી પૂર્વે તાજેતરમાં જ આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજ્યના ગ્ાૃહ વિભાગ દ્વારા ૧૦૬ જેટલા મદદનીશ પોલીસ કમિશનરોની બદલીનો ગંજીપો ચીપ્યો હતો. ગ્ાૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા બદલીના લીસ્ટમાં એફ ડિવિઝનના એસીપી મુકેશ પટેલની બદલી તાપી જિલ્લામાં, ટ્રાફિકના એસીપી એન.એસ.દેસાઈને સુરતમાં જ બી-ડિવિઝનમાં બદલી કરાઈ છે. જ્યારે ટ્રાફિકના એસીપી આર. એલ. માવાણીની અમરેલીમાં, એ-ડિવિઝનના એસીપી એન. એસ. કણઝરિયાની મોડાસાના અરવલ્લીમાં, એસ.સી, એસ.ટી સેલના એસીપી નિતા દેસાઇની ગાંધીનગર, ટ્રાફિક શાખાના એસીપી લિયાકત પરમારની વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરના વિવિધ એસીપીની ખાલી પડેલી જગ્યાએ ગ્ાૃહ વિભાગ દ્વારા કરાયેલી બદલીના અધિકારીઓમાં હેમાંશુ સોલંકીની ખાલી પડેલા એ ડિવિઝનમાં વેરાવળના આર.એલ. સોલંકીને , ટ્રાફિક શાખાની ખાલી પડેલી જગ્યાએ વડોદરાના ઝેડ.એન.શેખને , ડી ડિવિઝનની ખાલી પડેલી જગ્યાએ ગોધરાના બી.સી. ઠક્કરને સી ડિવિઝનની ખાલી પડેલી જગ્યાએ, ગાંધીનગરના પી.કે. પટેલને એફ ડિવિઝનમાં , અમદાવાદના આર.ડી. ફળદુને સ્પેશ્યલ બાંચમાં , તાપીના ભગીરથ.ટી.ગઢવીને ઇ ડીવીઝનમાં, વડોદરા શહેરના પીનાકીન.એસ.પરમારને મુકવામાં આવ્યા છે. સી ડિવિઝનમાં આવેલા પી.કે. પટેલ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં પોલીસ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા.