સામગ્રી
બટર- 3થી 4 ચમચી
છીણેલું ચીઝ- 1/2 કપ
મોઝરેલા ચીઝ- 1/2 કપ
ફ્રેશ ક્રીમ – 3 ચમચી
મીઠું- સ્વાદાનુસાર
મરી પાવડર- 1 ચમચી
બ્રેડ સ્લાઈસ- 5
લીલા મરચાંની પેસ્ટ- 1 ચમચી
રીત
એક બાઉલમાં બટર, બ્રેડ અને મોઝરેલા ચીઝ સિવાયની તમામ સામગ્રીઓને મીક્ષ કરી સારી રીતે હલાવી સાઈડ પર રાખો. ઓવનને પ્રીહીટ કરી લેવું. ત્યાર બાદ બ્રેડની બંને તરફ બટર લગાવી બેકીંગ ટ્રેમાં મુકી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરો. ટોપીંગ પર મોઝરેલા ચીઝ છીણીને પાથરવું અને આ બ્રેડને 5થી 7 મિનિટ સુધી ઓવનમાં 200 ડીગ્રી પર ગરમ કરો. ત્યારબાદ બ્રેડને બહાર કાઢી તેની સ્લાઈસ કટ કરી ગરમાગરમ સર્વ કરો.