એસએસઓ અધિકાર મહાસંઘ તેમજ ઓબીસી સમર્થન સમિતિ ગુજરાત દ્વારા ન રૂકનાર ન ઝુકનાર વાલિયા ઝઘડિયાના ધારાસભ્ય એસએસઓ અધિકાર મહાસંઘના કારોબારી અધ્યક્ષ માન. છોટુભાઇ વસાવાનો સન્માન સમારંભ ઓબીસી સમર્થન સમિતિના પ્રદેશ પ્રમુખ હસુભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને તા. ૧૧-૧૦-૨૦૧૭ બુધવાર બપોરે ત્રણ વાગ્યે ગાર્ડન ફેરી લેન્ડ, આરટીઓ રીંગ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. છોટુભાઇ વસાવાની સાથે ગુજરાતમાં વર્ષોથી સામાજિક એકતા અને બંધારણીય અધિકારના જનજાગરણનું કામ કરતા ગુજરાતના અગ્રેસરો મનુભાઇ ચાવડા, કરણાભાઇ માલધારી, દિપસિંહ ઠાકોર, પી.જી. પરમાર વગેરેનું સન્માન કરવામાં આવશે, તેથી રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય જીલ્લા, તાલુકાના અને સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓને સામાજીક સન્માનના કાર્યક્રમમાં પધારવા આમંત્રણ છે.
છોટુભાઇ વસાવા સમસ્ત પછાત વર્ગના બંધારણીય હકક, અધિકારની લડતના અગ્રીમ હરોળના સેનાની છે. આવા સેનાનીનું અદકેરું સન્માન કરવા એસસી, એસટી તથા ઓબીસી વર્ગના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. બીનપક્ષીય સામાજીક સન્માન કાર્યક્રમને સફળ બનાવવા એસએસો અધિકાર મહાસંઘ અને ઓબીસી સમર્થન સમિતિના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ મનુભાઇ ચાવડા, કરણાભાઇ માલધારી, જેન્તીભાઇ માનાણી પી.જી. પરમાર, અરવિંદભાઇ સરવૈયા, તનસુખભાઇ ગોહેલ, યુનુસભાઇ સપા, વિઠ્ઠલભાઇ બોળીયા, સી.આર.પરસોડા, વિજયસિંહ ડોડીયા, સુખદેવભાઇ ડાંગર, દુષ્યંતભાઇ ગોહેલ, રમાબેન બળમલયા, અતુલ ગઢવી, પ્રવીણભાઇ ગજજર, ભલુદાન ગઢવી, યોગેશભાઇ સોલંકી, જગાભાઇ મીર, ચેતન સોલંકી, નરેશ ગઢવી, ભાવેશભાઇ પીત્રોડા, રાજુભાઇ આમરણીયા, સંજયભાઇ ભાયાણી, રાજુભાઇ માટયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.