સામગ્રી
મેંદો- 300 ગ્રામ
રવો – 150 ગ્રામ
કોપરાનું ખમણ – 50 ગ્રામ
બદામ, પીસ્તા, કીશમીશ – 75 ગ્રામ
દળેલી ખાંડ – 300 ગ્રામ
એલચી પાવડર – જરૂર મુજબ
ઘી- તળવા માટે
દૂધ- કણક બાંધવા માટે
રીત
સૌ પ્રથમ એક પેનમાં રવા લઈ તેને ધીમા તાપે શેકી લો. રવો શેકી તેને ઠંડો કરી લો. ઠંડા રવામાં બુરું ખાંડ અને અન્ય બધી જ સામગ્રી મસાલો ઉમેરી સારી રીતે હાથથી મસળી તેને સોફ્ટ બનાવો અને 10 મિનિટ માટે તેને સાઈડ પર રાખો. હવે મેંદાના લોટને એક બાઉલમાં લઈ દૂધ ઉમેરી કણક બાંધો. ધ્યાન રાખવું કે લોટ વધારે પડતો કડક ન હોય. લોટને પણ 10 મિનિટ માટે સાઈડ પર ઢાંકીને રાખી દો. 10 મિનિટ પછી લોટને સારી રીતે કેળવી તેમાંથી નાની પૂરી વણી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી અને ઘૂઘરા બનાવી લો. તૈયાર કરેલા ઘૂઘરાને ગરમ ઘીમાં ધીમા તાપે તળી લેવા. ઘૂઘરા ઠંડા થઈ જાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં પેક કરી સ્ટોર કરી લો.