● ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં....વલસાડ, નવસારી અને સુરતમાં ગૌરવયાત્રામાં આપશે હાજરી...ગજવશે સભા : વલસાડ, ● ચીખલી, ગણદેવીમાં સભાને સંબોધશે યોગી, ચૌર્યાસી અને જલાલપોરની સભાને પણ યોગી સંબોધશે : આવતીકાલે કચ્છ રૂટ પર ગૌરવયાત્રામાં આપશે હાજરી : કચ્છ રૂટ પર 4 સ્થળે સભાને સંબોધશે CM યોગી, માંડવી, ગઢશીશા, મુંદ્રા, નખત્રાણામાં સંબોધશે સભા
● મોદી સરકારનો નવો પ્રયોગ, અધિકારીઓ નહી, એક્સપર્ટ સંભાળશે મહત્વના પદો, મંત્રાલયોમાં થઇ રહી છે એક્સપર્ટની નિમણૂક.
● હવામાન વિભાગની આગાહી, આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા, ઉત્તરપશ્ચિમ અરેબિયન સમુદ્રમાં અપર એર સકર્યુલેશન સર્જાયુ, આગામી બે દિવસ અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ.
● ગુજરાતમાં 15 ડીસેમ્બર પહેલા યોજાઈ શકે છે ચૂંટણી....દિવાળી બાદ થશે તારીખોની જાહેરાત...ચૂંટણી પંચે ન કર્યુ એલાન
● આજે વર્ષનું સર્વશ્રેષ્ઠ પુષ્ય નક્ષત્ર....રાજ્યમાં આજે કરોડોના સોના અને ચાંદીનું થશે વેચાણ...મંદીમાં વેપારીઓને મળશે મોટી રાહત
● દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ,ઉભો પાક બળી જવાના ડરથી ખેડૂતો ચિંતામાં,સોરઠ પંથકમાં મગફળીના પાકને નુકસાન...
● જામનગરમાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મેળાનું આયોજન કરાયું : કેબિનેટ મંત્રી ચીમન સાપરિયા રહેશે ઉપસ્થિત, કોંગ્રેસ દ્વારા ગરીબ કલ્યાણ મેળાના વિરોધની શક્યતા
● રાહુલ આજે કોંગ્રેસ કાર્યકરો સાથે કરશે મુલાકાત, અશોક ગેહલોત, જિતુ પટવારી બેઠકમાં આપશે હાજરી : ગુજરાતના ઉચ્ચ નેતાઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે, ચૂંટણીમાં ટિકિટની વહેંચણી અંગે બેઠકમાં થશે ચર્ચા : સતત બીજા દિવસે રાહુલ ગાંધી દ્વારા બોલાવાઈ બેઠક
● સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, લીંબડી અને ચુડાની કેનાલમાં ડૂબ્યા 3 યુવકો...તમામ ત્રણેયના મોત,,,મોડી રાત્રે મળ્યા મૃતદેહ....