હિંદૂ ધર્મમાં સારા મુહૂર્તોને ભારે મહત્વ આપવામાં આવે છે. હિંદૂ ધર્મ પ્રકૃત્તિની સૌથી વધું નજીકતા ધરાવતો ધર્મ છે. તેથી જ હિંદૂ ધર્મમાં ગ્રહોની ચાલ, મુહૂર્ત, શુકન અપશુકનનો વિચાર કરવામાં આવે છે. જે રીતે હિંદૂ શાસ્ત્રમાં શુકનને દીવો ગણાય છે. તેવી જરીતે સારા મુહૂર્તમાં કરેલા કાર્ય સારું ભાગ્ય લાવે છે. સારા મુહૂર્તથી કરેલા કાર્યો સામે પ્રારબ્ધ પણ પાછું પડીને નકારાત્મક ફળ આપવાથી દૂર રહે છે. તેની દૂરોગામી શુભ અસરો અનુભવાય છે. સારા મુહૂર્ત અને સાથે શુકનમાં કરેલા કાર્યો ફળ્યા વગર રહેતાં જ નથી. જાણો ચાલુ વર્ષે ક્યાં ક્યાં છે સારા મુહૂર્તો… ક્યારે શું કરવું ?
ચોપડા ખરીદવા- સુવર્ણ-જર ઝવેરાત- સુખ-સગવડની વસ્તુ ખરીદવા પુષ્ય નક્ષત્ર
ઈ.સ. ૨૦૧૭ વિ. સંવત ૨૦૭૩ના શ્રેષ્ઠ શુભ મુહૂર્તો અત્રે રજૂ કર્યા છે. આ મુહૂર્તમાં સિવાય વધુ સૂક્ષ્મતા અને વ્યક્તિગત હેતુ માટે પોતાના કુટુંબના ગોર મહારાજ કે વિદ્વાન શિક્ષિત કર્મકાંડી મુહૂર્ત જાણકારને પૂછી લેવા જોઈએ. અત્રેના મુહૂર્તો જનસામાન્ય માટે છે. પોતાના ગ્રહ-રાશિ અને લગ્નકુંડળી આધારે વ્યક્તિગત શુભ શ્રેષ્ઠ મુહૂર્ત પોતાના અંગત વિદ્વાનને પૂછવા પડે.
ચોપડા નોંધાવવાનો શુભ દિન-મુહૂર્ત
વિ. સંવત ૨૦૭૩ આસો કૃષ્ણ પક્ષ નવમી શુક્રવાર તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ સવારે ૭ કલાક ૪૬ મિનિટથી પુષ્ય નક્ષત્ર શરૃ થશે. આ દિવસ તો સારો છેજ તેના મુહૂર્તો આપણે 12મી ઓક્ટોબરે આપી ચૂક્યા છીએ. એ સિવાયના અન્ય શુભ મુહૂર્તો અહિં આપેલા છે.
વાક્ (વાઘ) બારસ : ગૌવત્સ દ્વાદશી
આસો વદ-૧૨, સોમવાર તા. ૧૬-૧૦-૨૦૧૭
વાક્ બારસ (વાઘ બારસ) આસો વદ-૧૨, સોમવારે તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ છે.
આ દિવસને ગૌવત્સ દ્વાદશી પણ કહે છે. વાક્અર્થાત્ વાણી અર્થાત્ વાગ્વાદિની અર્થાત્ દેવી સરસ્વતીનો મહિમા છે અને ખેડૂતોએ ગૌવંશની પૂજા-અર્ચના અગત્યની છે અને તેથી આ દિવસ વાણીથી થતાં વ્યવસાયો, ગૌવંશ આધારિત વ્યવસાયો અંગે ઉત્તમ દિન છે. બળદની પૂજા, ગાયની પૂજા શણગારનો દિવસ. જેમાં શિક્ષક, વક્તા, વકીલ, ઉપદેશક, કથાકાર, કલાકાર, મિમિક્રીકાર, ડેરી ઉદ્યોગ, ઘાસ, ખાદ્ય-વ્યવસાય વગેરે કહી શકાય. આ દિવસના પૂજા-મુહૂર્ત અને પોતાના વ્યવસાય અંગેની હિસાબ-કિતાબ સરભર કરી આખરી ચોપડા પૂર્ણ કરવાનો દિવસ છે.
સવારે ૯.૩૬ કલાકથી ૧૦.૫૯ કલાક
બપોરે ૧૩.૫૪ કલાકથી ૧૮.૧૦ કલાક
સાંજે ૧૮.૨૦ કલાકથી ૧૯.૩૬ કલાક સુધી
શુભ મુહૂર્ત કહી શકાય.
ધન તેરસ : ધનપૂજન, ધન્વંતરિ પૂજન શુભ મુહૂર્ત
આસો વદ-૧૩, મંગળવાર તા. ૧૭-૧૦-૨૦૧૭
ધનપૂજન (દ્રવ્ય-સુવર્ણ રૌપ્ય મુદ્રા) તેમજ આરોગ્ય સુખાકારી માટે ધન્વંતરિ પૂજનનો આ શ્રેષ્ઠ પુષ્યવર્ધક દિવસ મનાયો છે. પૂજાકર્મ, ધનપૂજન, પ્રાર્થના, મંત્રજાપ માટે ઘણો શુભ ફળદાયક દિવસ છે. જેના મુહૂર્તો અત્રે આ રહ્યા.
આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર મધરાત બાદ પરોઢિયે ૬ કલાક ૩૬ મિનિટ સુધી છે અને સંક્રાંતિ પુણ્યકાળ મધ્યાહ્ન સુધી છે. જેથી બપોરે મુહૂર્ત શુભ છે.
૧૨.૨૯ કલાકથી ૧૩.૫૮ કલાક સુધી શુભ
૧૫.૨૯ કલાકથી ૧૬-૪૮ સુધી શુભ
રાત્રે ૧૦.૪૮ કલાકથી પરોઢિયે ૩.૨૯ કલાક સુધી શુભ મુહૂર્ત છે.
આ સમયમાં પૂજાકર્મ, પ્રાર્થના, મંત્રજાપનું ફળ શ્રેષ્ઠ ગણાય છે.
કાળી ચૌદશ : નરક ચતુર્દશી, રૃપ ચૌદશ, હનુમાન પૂજા, જૈન મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર હવન, અભ્યંગ સ્નાન
આસો વદ-૧૪, બુધવાર તા. ૧૮-૧૦-૨૦૧૭
આજે મધરાત ૨૪ કલાક ૧૪ મિનિટ સુધી ચતુર્દશી ચાલુ છે અને તેથી આ દિવસે તંત્ર-મંત્રપૂજા, પ્રેતશાંતિ, ગૂઢ ભૈરવ સાધના, અઘોર સાધના એમ અનેક રહસ્યમય પૂજાનું મહત્ત્વ છે. સામાન્ય જન પરિવાર માટે અભ્યંગ સ્નાનનું મહત્ત્વ છે, જે શુદ્ધિકરણ-નવસર્જન, ઉત્સાહવર્ધક છે અને હનુમાન પૂજનનો, જૈનોએ ઘંટાકર્ણ મહાવીર પૂજનનો મહિમા છે. મંત્રસાધનાનો દિવસ છે. આ માટેના અગત્યના મુહૂર્ત અત્રે છે. હસ્ત નક્ષત્ર આખો દિવસ છે. આ દિવસે સાંજના અને મધરાતના મુહૂર્તો શ્રેષ્ઠ ગણાય છે.
સાંજે ૬થી ૭, ૯થી ૧૦ શુભ હોરા છે.
સાંજે ૭.૫૦ કલાકથી ૯.૨૦ કલાક સુધી
રાત્રે ૯.૨૦થી ૧૦.૫૦ કલાક સુધી શુભ સમય છે.
મધરાત બાદ પરોઢિયે ૪ કલાક ૧૦ મિનિટથી ૫.૪૦ કલાક સુધી પૂજા-મંત્ર-તંત્ર- શાંતિ- કર્મ વગેરે કરી શકાય.
દિવાળી-શારદાપૂજન, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન મુહૂર્તો
આસો વદ-અમાસ (૩૦), ગુરુવાર તા. ૧૯-૧૦-૨૦૧૭
આજે શ્રેષ્ઠ શુભરાત્રિનો પર્વનો દિન છે. લક્ષ્મીપૂજન- શારદા (સરસ્વતી) પૂજન અને ચોપડા પૂજનનું પુણ્યફળ મેળવવાનો પૂજાદિન છે. આજે અમાવાસ્યા સવારે સૂર્યોદયથી શરૃ થઈ મધરાતે ૨૪ કલાક ૪૩ મિનિટ સુધી છે. જે દર્શ અમાવાસ્યા છે. વૈધૃતિ યોગ પણ છે જે બપોરે ૩ કલાક ૫૯ મિનિટ સુધી રહેશે. આજે હસ્ત નક્ષત્ર પ્રારંભે છે જે ૭ કલાક ૨૭ મિનિટથી ચિત્રા નક્ષત્ર શરૃ થશે તે શુભ છે.
સવારે ૬.૩૯થી ૭.૩૯ કલાકથી શુભ હોરા છે અને
સવારે ૬.૩૯થી ૮ કલાક ૯ મિનિટ સુધી શુભ ચોઘડિયું છે.
સવારે ૧૧.૦૯ કલાકથી ૧૫.૩૯ કલાક સુધી શુભ છે.
સાંજે ૮.૧૦ કલાકથી ૯.૧૦ કલાકે શુભ હોરા છે.
સાંજે ૮.૧૦ કલાકથી ૯.૪૦ કલાક અમૃત ચોઘડિયું શુભ છે.
રાત્રે ૧૨.૧૦ કલાકથી ૧.૪૦ કલાક સુધી શુભ છે.
પરોઢિયે મધરાત બાદ ૪ કલાક ૩૫ મિનિટથી ૫ કલાક ૫૭ મિનિટ શુભ મુહૂર્ત છે.
નૂતન વર્ષ-બેસતું વર્ષ- બલિપ્રદા- ગોવર્ધનપૂજા- અન્નકૂટ
વિક્રમ સંવત-૨૦૭૪ કારતક સુદ-૧ (પ્રતિપદા), શુક્રવાર તા. ૨૦-૧૦-૨૦૧૭
વિક્રમ સંવત ૨૦૭૪ કારતક સુદ એકમ પ્રતિપદા તા. ૨૦-૧૦-૨૦૧૭ શુક્રવારે વિક્રમ સંવત નૂતન વર્ષ પ્રભાત શરૃ થશે. સૌમ્ય સંવત્સર છે. આજે દરેક પરિવારજનો, મિત્રવર્તુળ અને સ્નેહી-સ્વજનો પરસ્પરને માન-સન્માન સાથે મિલન-મુલાકાત કરી શુભેચ્છા પાઠવશે. નવા વાહનો, અલંકારો ધારણ કરશે અને નવા કાર્યોની શરૃઆત, નવા વેપારનો પ્રારંભ કરશે. નવા વાહન-નવા ઘર કે શણગારેલા વાહન ઘરમાં રહેશે. આજે વેપાર-વ્યવસાય, દુકાન મુહૂર્ત, ગાદી બિછાવવી, મિતિ નાખવી વગેરે પોતાના કાર્યો માટે ઉત્તમ દિવસ ગણાય છે. આજે ચિત્રા નક્ષત્ર ૮.૩૯ કલાક સુધી રહેશે. ત્યાર બાદ સ્વાતિ નક્ષત્ર બેસશે. આજે શુભ મુહૂર્તો-શુભ હોરા આ મુજબ છે.
સવારે ૬ કલાક ૩૯ મિનિટથી ૭.૩૯ મિનિટ સુધી શુભ હોરા છે.
ત્યાર બાદ ૭.૩૯થી ૯.૩૯ કલાક સુધી શુભ હોરા છે.
સવારે ૯.૩૯ કલાકથી ૧૦.૩૦ કલાક ગુરુ હોરા શુભ છે.
આ ઉપરાંત ૬.૩૯ કલાકથી ૧૧.૦૯ કલાક સુધી શ્રેષ્ઠ ચોઘડિયા ચલ-લાભ- અમૃત છે.
બપોર બાદ ૧૨.૪૦ કલાકથી ૨.૧૦ કલાક શુભ છે.
વિજય મુહૂર્ત : ૧૨.૨૪ કલાકથી ૧૩.૫૦ કલાક સુધી
ભાઈબીજ- યમદ્વિતીયા
કારતક સુદ-૨, શનિવાર તા. ૨૧-૧૦-૨૦૧૦
આજે સ્વાતિ નક્ષત્ર ૧૦.૧૭ કલાક સુધી રહેશે. બાદ વિશાખા રહેશે. સિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે ૬.૩૯ કલાકથી ૧૦.૧૭ સુધી રહેશે. જે શુભ કાર્યો માટે સિદ્ધિ સફળતા સૂચક છે. સવારે સૂર્યોદયથી ૧૦.૧૭ શ્રેષ્ઠ સમય ગણાય છે. જેમાં ભાઈ-બહેનના પરસ્પરની શુભેચ્છા-ભોજન- ભેટ- બોક્સ વગેરે શુભ છે.
લાભ પાંચમ- જ્ઞાન પાંચમ- શ્રી પંચમી- પાંડવ પંચમી
કારતક સુદ-૫, બુધવાર તા. ૨૫-૧૦-૨૦૧૭
આજે મૂળ નક્ષત્ર રાત્રે ૨૦.૨૯ કલાક સુધી રહેશે. વિદ્યા પ્રારંભ, જ્ઞાન પ્રારંભ, વ્યાપાર-દુકાન- શુભ કાર્ય પ્રારંભ, નવો ધંધો શરૃ કરવો, ઉદ્ઘાટન અને નવી શરૃઆત માટે શ્રેષ્ઠ દિવસ.
સવારે ૬.૪૫ કલાકથી ૯.૩૦ કલાક શુભ
સવારે ૧૦.૫૮ કલાકથી ૧૨.૨૦ કલાક શુભ
વિજય મુહૂર્ત : ૧૨ કલાક ૨૪ મિનિટથી ૧૩.૪૦ સુધી ઉત્તમ સમય સમજવો
કેટલાક વ્યાપારીઓ યા વ્યાવસાયિકો, વકીલ, ડોક્ટર કે અન્ય પોતાની દુકાન, ઓફિસ સાતમે શરૃ કરવા ઈચ્છતા હોય તેમને માટે સાતમ શુક્રવાર તા. ૨૭-૧૦-૨૦૧૭ના રોજ સવારે ૬.૪૦ કલાકથી ૧૦.૫૫ ઉત્તમ છે.
વિજય મુહૂર્ત ૧૨.૨૨ કલાકથી ૧૩.૫૦ ઉત્તમ છે.