● આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં, ઘોઘાથી દહેજ સુધીની રો-રો ફેરીનું કરશે લોકાર્પણ, વડોદરામાં રોડ શો અને સંબોધશે સભા : વડોદરા કોર્પોરેશનના કાર્યક્રમમાં આપશે હાજરી આપી : 1140 કરોડના વિકાસના કામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરશે , નવલખી મેદાનમાં સંબોધશે સભા
● હાર્દિકના નજીકના સાથી વરુણ પટેલ અને રેશમા પટેલ જોડાયા ભાજપમાં
● કૉંગ્રેસમાં જોડાવાની અલ્પેશ ઠાકોરની જાહેરાત,આવતીકાલે રાહુલ ગાંધીની હાજરીમાં ગાંધીનગરમાં સામેલ થશે કૉંગ્રેસમાં,જીજ્ઞેશ મેવાણીએ ન ખોલ્યા પત્તા
● આંગણવાડી બહેનોને રાજ્ય સરકારે આપી ભાઈબીજ ભેટ, માસિક વેતન 5500થી વધારી 6300 કરાયું તો હેલ્પરનું વેતન 2800થી 3200 કરાયું
● ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ,26 ઓક્ટો.સુધી અમિત શાહને બેઠકમાં હાજર રહેવા પાર્ટીએ કર્યો આગ્રહ,ઉમેદવારોના નામ પર થશે ચર્ચા
● ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 11 ઉમેદવારોના નામ, આપ તમામ બેઠકો પર ઉભા નહિ રાખે ઉમેદવાર