ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બુધવારે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ૧૦ અને ૧૪ ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે. જ્યારે મતગણતરી ૧૮ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેેખનીય છે કે આજે જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આશાવર્કરોના પગારમાં ૫૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સિવાય પણ રાજ્ય સરકારના કર્મચારીઓ તથા વિવિધ બોર્ડ અને નિગમના કર્મચારીઓના પગારમાં પણ તાજેતરમાં વધારો કરી
દેવાયો છે.
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું શાસન છે ત્યારે ભાજપ પર સત્તા ટકાવી રાખવાનું દબાણ છે તો બીજી તરફ કૉંગ્રેસ પણ આ વખતે સત્તામાં આવવા જોર અજમાવી રહી છે.