એવું એકપણ ઘર નહીં હોય જ્યાં સવાર અને સાંજની પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન થતો હોય. જો કે અગરબત્તીનો ઉપયોગ માત્ર પૂજામાં નહીં ઘરના વાતાવરણને સુગંધિત કરવા માટે પણ થાય છે. અગરબત્તીની સુગંધ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર થાય છે. પરંતુ હવે ઘરમાં અગરબત્તી કરતાં પહેલાં થોડો વિચાર તમારા અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ કરજો. તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતાં વધારે ખતરનાક સાબિત થાય છે.
આ સંશોધન અનુસાર અગરબત્તીના ધુમાડાથી ડીએનએના સેલ્સને નુકસાન થાય છે. આ ઉપરાંત તેમાં જેનોટોક્સિક હોય છે જેના કારણે કેન્સર થવાની શક્યતા વધી જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો અગરબત્તીના ધુમાડાથી કેન્સર થવાની શક્યતા સિગારેટ કરતાં વધારે છે. આ સિવાય અન્ય એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે અગરબત્તીની તીવ્ર સુગંધ સતત અને લાંબા સમય સુધી લેવાથી દમ થવાનું જોખમ પણ વધી જાય છે. આ ધુમાડાથી ફેફસાને પણ નુકસાન થઈ શકે છે.