છેલ્લાં બે-ત્રણ દિવસથી ગુલાબી ઠંડી જામવાની સાથે જ લીલા શાકભાજી બજારમાં આવી ગયા છે. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. તમે શાકભાજીને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તેમાંય તમે જો સ્વાદિષ્ઠ અને હેલ્થી સૂપ પીશો તો તમારી સવાર સુધરી જશે. તો આજે જ નોંધી લો તમારી અનુકૂળતાએ ચોક્કસ ટ્રાય કરાય તેવા વિન્ટર સ્પેશ્યલ સૂપ અંગે…
સામગ્રી-
બાફેલા વટાણા -1/2 કપ
સમારેલા ગાજર -1/2 કપ
મકાઈના દાણા -1/2 કપ
પાલકની પ્યોરી -1/2 કપ
સમારેલી ડુંગળી -1/4 કપ
બાફીને મેશ કરેલા બટાટા -1 કપ
એપ્પલ પ્યોરી -1/2 કપ
પાઈનેપલ પ્યોરી -1/2 કપ
ઓલિવ ઓઈલ -2 ટીસ્પૂન
જાયફળ પાવડર -1/2 ટીસ્પૂન
તજ પાવડર -1/2 ટીસ્પૂન
જીરૂં -1/2 ટીસ્પૂન
લીંબુનો રસ -2 ટીસ્પૂન
ખાંડ -4 ટીસ્પૂન
મીઠું સ્વાદાનુસાર
રીત:
સૌપ્રથમ એક ડિપ પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં બાકીની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિશ્રિત કરી લો. બધી જ સામગ્રી બરાબર મિશ્રિત થઈ જાય એટલે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને પાંચેક મિનિટ ચઢવા દો. ત્યાર બાદ આ સ્મૂધ ક્રીમી સૂપને પનીરની છીણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.