● દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : અમદાવાદ એરપોર્ટ ખાતે કરાયું લેન્ડિંગ : પોલીસ સહિત ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે : CISF અને ડોગ સ્કવોર્ડે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ : જેટ એરવેઝની ફલાઇટનું લેન્ડિંગ કરાયું : ટાઇમર બોમ્બ હોવાની આશંકાને પગલે તપાસ હાથ ધરાઇ
● આજે અમદાવાદમાં નીકળશે મતદાન જાગૃતિરથ : VVPAT અને EVM મુદ્દે મતદારોને કરાશે જાગૃત : શહેર અને જિલ્લામાં ફરશે મતદાન જાગૃતિરથ
● AAP કેબિનેટ મંત્રીની આજે રાજકોટમાં કોન્ફરન્સ : દિલ્હીના મંત્રી ગોપાલરાય પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધન
● ગુજરાત AAPમાં પડશે ભંગાણ : કોંગ્રેસમાં જોડાશે ગુજરાત AAPના પાયાના નેતા : આજે વિધિવત્ ધારણ કરશે કોંગ્રેસનો ખેસ : ઋતુરાજ મહેતા અને વંદના પટેલ જોડાશે કોંગ્રેસમાં : અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાશે કોંગ્રેસમાં : કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં જોડાશે
● દિલ્હીઃ રાહુલની આજે કોંગ્રેસ મહાસચિવો સાથે મુલાકાત : મહાસચિવો સાથે પ્રભારીઓ પણ બેઠકમાં રહેશે હાજર : CWCને વધારે ન ટાળવાની માગ કરવામાં આવશે
● PAAS કમિટીને કોંગ્રેસ પ્રદેશ તરફથી અપાયું આમંત્રણ : 2:30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક : અનામત મુદ્દે બેઠકમાં ચર્ચા થશે : 48 કલાકમાં હાર્દિક નક્કી કરશે સ્ટેન્ડ : કોંગ્રેસને સમર્થન આપવું કે નહી તે અંગે લેશે નિર્ણય
● અમદાવાદમાં વધુ એક બાળકના મોત સાથે મૃતાંક પહોંચ્યો 12 પર...આરોગ્ય કમિશનરે કહ્યું- દરવર્ષની સરખામણીએ બાળકોના મોત સામાન્ય