રોજેરોજ શુ બનાવવુ તેની ઝફા માટે આજે પસાર થવું ન હોય, તો બનાવી દો દાલ પકવાન. દાલ પકવાન ની દાળ, ચણાની દાળથી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની પૂરીની જેવા હોય છે. દાળ પકવાન કોઈપણ સમયે સવારના નાસ્તામાં બનાવીએ તો સૌને પસંદ આવશે.
* એક વાડકી ચણા ની દાળ
* 2 ચમચી લાલ મરચુ
* 11/2 ચમચી ધાણાજીરૂ
* 1/4 ચમચી હળદર
* 1ચમચી આમચુર પાવડર
* 2 ચમચી તેલ વઘાર માટે
* મીઠુ સ્વાદ મુજબ
* 1/4 ચમચી જીરૂ.
* પકવાન બનાવવા
* એક કપ મેદા નો લોટ
* 2 ચમચી સોજી
* 1/4 ચમચી મરી અને જીરૂ (અધકચરેલા )
* મીઠુ સ્વાદ મુજબ
* 2ચમચી ધી મૌણ માટે
* તેલ પકવાન તળવા.
* સવૅ કરવા :-
* બારીક સમારેલી ડુગળી
* લસણ – ટામેટા ની તરી
* કોથમીર.
બનાવવા માટેની રીત. : –
– સૌ પ્રથમ એક વાસણમા પકવાનની બધી સામગ્રી લઈને ફરસી પૂરી જેવો લોટ બાધંવો.
– લોટને દસ મિનિટ સુધી રાખો. હવે તેના નાના લૂઆ બાંધીને મોટી કડક પૂરી બનાવી તેને તળી લેવી.
– હવે દાલ માટે ચણાની દાળને અડધો કલાક પલાળી રાખો. બાદમાં આખી રહે તે રીતે બાફવી.
– પછી એક પેનમા તેલ અને જીરાનો વઘાર કરવો
– એ વઘારમા થોડુ પાણી નાખી તેમા બધા મસાલા નાખી એક રસ થવા દેવું. ત્યાર બાદ તેમા બાફેલી દાળ નાખી એક ઉભરો આવે ત્યા સુધી ગેસ પર રાખવું.
– સર્વ કરવા માટે એક બાઉલમા દાલ લેવી તેના પર ડુગળી, તરી, કોથમીર નાખી તેને પકવાન સાથે ગરમ ગરમ સર્વ કરવુ.
– કેટલાક લોકો તેના પર ઘી ઉમેરીની પણ ખાય છે.