ભારતીય જનતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ તારીખ ૪ અને ૫ તેમ જ ૭, ૮, અને ૯ નવેમ્બરના રોજ એમ, કુલ મળીને પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે, એવું ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતુ કે, ભાજપ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી સંગઠન છે. અમારી ઉપર જનતા જનાર્દનનો પ્રેમ, વિશ્ર્વાસ અને આશીર્વાદ બળ છે. વિચારચારા એ ભાજપાનું આત્મબળ છે, કાર્યકર્તા એ પાર્ટીનો પ્રાણબળ છે, સેવા અને સંગઠનના કાર્યક્રમો એ પાર્ટીનું ચાલકબળ અને વિજયબળ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની આગેવાનીમાં ભાજપ આજે ૧૧ કરોડ સદસ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. ગુજરાતમાં ભાજપના એક કરોડથી વધુ સભ્યો છે. કાર્યકર્તાઓ અમારી સંગઠન શક્તિ છે. ભાજપ સંગઠન હંમેશાં લોકોની વચ્ચે લોકસેવાના કાર્યક્રમો સતત કરતું હોય છે. તેવી જ રીતે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક, સંવાદ, બેઠકો, કાર્યક્રમો યોજીને સંગઠનશક્તિ વધુ મજબૂત બને તે માટે સતત કાર્યરત હોય છે, એ ભાજપની સંગઠન પધ્ધતિની કાર્યશૈલી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સમગ્ર ગુજરાતમાં તારીખ ૪ અને ૫ તેમજ ૭, ૮ અને ૯ નવેમ્બરના રોજ એમ, કુલ મળીને પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજશે.