શિયાળામાં ત્વચાને મોઇસ્ચરની જરૂર હોય છે આપણે કેટલું પણ ક્રિમ લગાડીએ અન્ય કેમિકલયુક્ત પ્રસાધનો વાપરીએ તો પણ જે કુદરતી વસ્તુઓની અસર અંદરથી થાય છે તેવી નથી થતી. અલોવેરા કુદરતી હોવાથી તેની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી થતી. તમે અલોવેરા જેલને કોઈ પણ સામગ્રી સાથે મિક્સ કરો તો એ વાતનું ધ્યાન રાખવું કે એમાં અલોવેરા ૯૦ ટકા હોવું જોઈએ અને બીજી પ્રોડક્ટ એના કરતાં ઓછી હોવી જોઈએ તે જરૂરી છે.
1. અલોવેરા,મુલતાની માટી અને કાકડી
ઠંડીમાં સ્કિનને મોઇસ્ચરાઈઝરની બહુ જરૂર હોય છે. તમારે જો ઘરે જ મોઇશ્ચરાઇઝર બનાવવું હોય તો તમે અલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. બે ટેબલસ્પૂન અલોવેરા જેલમાં એક ટેબલસ્પૂન મુલતાની માટી અને એક કાકડીની છાલ ઉતારી એનો જૂસ મિક્સ કરી પેસ્ટ બનાવો. એ પેસ્ટને ચહેરા પર લગાવો. ૩૦ મિનિટ સુધી રાખો અને પછી ધોઈ નાખો.
2. અલોવેરા,કેળું અને મધ
એક નાના કેળાને સ્મેશ કરી એમાં બે ટેબલસ્પૂન અલોવેરા જેલ અને બે ટેબલસ્પૂન મધ નાખો. આ બધાને મિક્સ કરીને જે પેસ્ટ બનશે એને તમે ફેસ અને ગળા પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો. નાના ગોળાકારમાં મસાજ કરીને પેસ્ટને ફેસ અને ગળા પરથી રિમૂવ કરો અને એ પછી હૂંફાળા પાણીથી ધોઈ નાખો. આ ફેસપેકને તમે ડ્રાય અને સેન્સિટિવ સ્કિન પર પણ અપ્લાય કરી શકો છો.
3. અલોવેરા અને બદામ
પલાળેલી બદામને પીસીને તમે જરૂર હોય એટલી માત્રમાં અલોવેરા જેલ મિક્સ કરો. એ પેસ્ટને તમે ફેસ અને ગળા પર લગાવી 15 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ નાખો. આ પેસ્ટ ડ્રાય સ્કિનવાળા વાપરી શકે છે.