કેન્સરનું જોખમ ઓછું કરવા માટે જો તમે દરરોજ જોગિંગ કરતા હો તો આ એક ધારણા છે. તાજેતરમાં થયેલા એક સરવેમાંથી જાણવા મળ્યું છે કે, જોગિંગથી કેન્સરનું કોઈ જોખમ ઘટતું નથી. ૮૦ હજાર લોકો પર થયેલા આ સરવેમાં સ્ટ્રેન્થ માટે કરવામાં આવતું વર્કઆઉટ કેન્સરનું જોખમ ઘટાડે છે, જ્યારે એરોબિક્સ આ કામ કરી શકતું નથી. સરવેનાં પરિણામમાંથી જાણવા મળ્યું કે, જે લોકો સ્ટ્રેન્થ વધારવા માટે વર્કઆઉટ કરતાં હતાં તેઓ જોગિંગ કરનારાઓથી વધારે હેલ્ધી હતાં. તેમનામાં કેન્સર સામેનું જોખમ ૩૦ ટકા ઓછું હતું, જ્યારે તમે એવું માનતા હો કે એરોબિક્સ લાખો દર્દો કી દવા હૈ તો આ વાત કેન્સર સામેનાં જોખમમાં સાચી પુરવાર થઈ નથી.
સરવેનાં પરિણામ પરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે, શરીરના મસલ્સ માટે થતું સ્ટ્રેન્થ વર્કઆઉટ કેન્સરનાં જોખમની સીધું અસર કરે છે, જ્યારે જોગિંગ અને સાઇક્લિંગ શરીરના સ્ટ્રેચ માટે છે. મજબૂતી વધારનારી કસરતો કેન્સરનાં જોખમને ઘટાડે છે. કઈ પ્રકારની કસરતથી કેવા પ્રકારનું શરીરમાં પરિવર્તન આવે છે એ બાબત સરવેમાં નોંધાઈ હતી. હેવી વેઇટ કે સ્ટ્રેન્થ સતત મસલ્સમાં સુધારા કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કેન્સરનું જોખમ ઘટાડનારી કસરતનું સમર્થન કર્યું હતું. એક સપ્તાહમાં બે દિવસ કોઈ ચોક્કસ મસલ્સની કસરત કરવામાં આવે તો તે ફાયદાકારક છે.
સ્ટ્રેન્થ એક્સર્સાઇઝના ફાયદા
-હાર્ટની બીમારીથી થતું મોત અટકે.
-મસલ્સની મજબૂતી માટે.
-લાંબા સમય સુધી શરીર સ્વસ્થ રહે છે.
-શરીરને શેપ મળે છે.
-સમગ્ર શરીરના ભાગને વિકસાવી શકાય છે.
સ્ટ્રેન્થ માટેની એક્સર્સાઇઝ કઈ કઈ?
-ક્રમશ ઃ વજન વધારીને કસરત કરવાની શરીરના દરેક મસલ્સને શેપ મળે છે.
-સ્ટ્રેન્થ વધારવા માટે શરુરૃઆત ડિપ્સથી કરી શકાય, જેમાં હાથ અને છાતીના ભાગને મજબુતાઈ મળે છે.
-ત્યાર બાદ પેટ માટે સીટઅપ્સ, જેનાથી એબ્સ માટેના શેપ આવે છે.
-ટ્રાઇશેઇપ, લંજિસ, એક સાથે બે એક્સર્સાઇઝ કરવાની હોય ત્યારે બોડ પાર્ટ કરતાં કસરતનું કોમ્બિનેશન અગત્યનું છે. જેમ કે, લેગ અને શોલ્ડર.
-એક સપ્તાહમાં ૧૫૦ મિનિટ એરોબિક્સ પૂરતું છે. સતત દોડવાથી કે ર્કાિડયો કરવાથી કેન્સરનું જોખમ ઘટે એ માત્ર માન્યતા છે.
એક દિવસમાં બે મસલ્સ કસરત કરી શકાય
-એક દિવસમાં શરીરના બે મસલ્સને કસરત મળવી જોઈએ. જેનું ચોક્કસ કોમ્બિનેશન કેન્સરનું જોખમ ઓછું કરે છે.
-સ્ટ્ર્ેન્થ માટેની કસરત કરવાની હાર્ટની બીમારીનું જોખમ પણ ઓછું રહે છે.
-સ્ટ્રેન્થ માટે કોઈ ભારે ભરખમ વજન ઉપાડવું જરૃરી નથી. -મૂવમેન્ટથી પણ કસરત મળી રહે.