સામગ્રી
1 કપ વધેલા રાઇસ
2 મીડિયમ બાફેલા બટાટા
1 ટેબલ-સ્પૂન કોથમીર
અડધો કપ પાલક અથવા મેથી
અડધો કપ કોબી
1/4 ટી-સ્પૂન ચાટ મસાલો
1/4 ટી-સ્પૂન હળદર
1 ટેબલ-સ્પૂન આદું-મરચા – ક્રશ
1 નંગ ઝીણો સમારેલો કાંદો
મીઠું સ્વાદ પ્રમાણે
1 ટી-સ્પૂન સોયા સોસ
1/4 ટી-સ્પૂન કાળું મીઠું (સંચળ)
2 ટેબલ-સ્પૂન મેંદાની સ્લરી
4 ટેબલ-સ્પૂન પૌંઆનો ભૂકો અથવા બ્રેડ ક્રમ્બ્સ
તેલ તળવા માટે
1 ટેબલ-સ્પૂન તેલ વઘાર માટે
બનાવવાની રીત
1. એક પેનમાં તેલ લઈને એમાં આદું-મરચાં-કાંદાને સાંતળવાં, કાંદા સંતળાઈ જાય પછી એમાં કોબી અને પાલક અથવા મેથીને સાંતળવી. એમાં હળદર મિક્સ કરી ગેસ બંધ કરીને ઠંડું કરવું.
2. એક બોલમાં બાફેલા બટાટાને સ્મેશ કરવા, સાથે વધેલા રાઇસ, શાકભાજી અને બાકીની બધી સામગ્રી મિક્સ કરીને એનો મનગમતો શેપ વાળવો.
3. મેંદામાં પાણી, મીઠું, મરી નાખીને સ્લરી બનાવવી. એમાં આ રાઇસ બોલને બોળીને પૌંઆના ભૂકામાં અથવા બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને ગરમ તેલમાં ગુલાબી તળીને ચટણી અથવા કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરવા.