નોટબંધી પછી બૅન્કોમાં મોટા પ્રમાણમાં નાણાં જમા કરનારી વ્યક્તિઓ અને સંસ્થામાં તથા જેમના ટેક્સ રિટર્નમાં વિગતપૂર્ણ ચકાસણી અધૂરી જણાય તેવા લગભગ એક લાખ વ્યક્તિઓ અને સંસ્થાઓને આવકવેરા વિભાગ નોટિસ મોકલશે. નોટિસ જારી કરવાની શરૂઆત આ અઠવાડિયાથી શરૂ થશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પહેલા ચરણમાં ૭૦૦૦૦ સંસ્થાઓને નોટિસ મોકલવામાં આવશે. આ વ્યક્તિઓ અને સંસ્થાઓએ બૅન્કમાં રૂ. ૫૦ લાખથી વધુ જમા કરાવ્યા હતા પરંતુ ટેક્સ રિટર્ન ફાઈલ કરાવ્યા નહોતા તથા આવકવેરા વિભાગની એડવાઇઝરીઝને કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.
આ નોટિસો આવકવેરા ધારાની કલમ ૧૪૨(૧) હેઠળ કરવામાં આવશે. તેમ આ સ્રોતોએ જણાવ્યું હતું. આ જ પ્રમાણે બીજા ૩૦૦૦૦ને અકારણી સમિતિથી નોટિસો પાઠવવામાં આવશે. તેમની થાપણો અને ટેક્સ રિર્ટન એ ખોટો તફાવત તેમ જ તેમના ખાતામાં ખોટા નાણાકીય સોદા જોવામાં આવ્યા છે.
આ સલામતી પ્રક્રિયા માટે રૂબરૂ ટેક્સ રિટર્ન્સની પસંદગી કરવામાં આવી છે.
આ પછી આવતા મહિના સુધીમાં નાણાબંધી પછી રૂ. ૨૫ લાખથી રૂ. ૫૦ લાખ બૅન્કોમાં જમા કરાવનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ મોકલવામાં આવશે.
સત્તાવાર માહિતી પ્રમાણે નાણાબંધી પછી બૅન્કોના ૨૩.૨૨ લાખ ખાતામાં રૂ. ૩.૬૮ લાખ કરોડને સંડોવતા ૧૭.૭૩ શંકાસ્પદ કેસો નક્કી કર્યા છે.