ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું રાજકોટમાં ઍરપોર્ટ પર આગમન થયું ત્યારે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. અમિત શાહનું ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટની મુલાકાત લઈ વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે અગ્રણીઓ, પદાધિકારીઓ તથા ટોચના કાર્યકરો સાથે બેઠક યોજાઇ રહી છે. બેઠકોમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેરના ૩૧૮ તથા જિલ્લાના અન્ય શક્તિ કેન્દ્રોના ઈન્ચાર્જ, કોર્પોેરેટરો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. શહેર ભાજપના જણાવ્યા મુજબ અમિત શાહનું રાજકોટ ઍરપોર્ટ પર આગમન થયું ત્યારે તેનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ સીધા હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજકોટ શહેર અને જિલ્લાના ધારાસભ્યો, સાંસદો, નગરસેવકો તથા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બાદમાં તેઓ રાજકોટ શહેરના ૩૧૮ તથા જિલ્લાના અન્ય શક્તિ કેન્દ્રોના ઈન્ચાર્જ, કોર્પોેરેટરો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.