● પડધરી પાસે ફાર્મ હાઉસમાં હાર્દિક પટેલને મળવા ૩૦ જેટલી ગાડીઓ રવાના, કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ભરવા દેવામાં નહી આવેઃ સંજય અલગારી : મોરબી જીલ્લા અને તાલુકાઓમાં પાસ આગ બબુલા, જીલ્લા અને તાલુકાના કન્વીનરો હાર્દિકને મળવા દોડ્યા
● ઓલપાડ બેઠક પર સંભવિત ઉમેદવાર ગિરીશ પટેલ અને દર્શન નાયક દ્વારા કરાયો વિરોધ, કોંગ્રેસના આગેવાન ડો.તુસાર ચૌધરીનું પૂતરું સુરત ખાતે ફૂંકી વિરોધ નોંધાવ્યો : 155 ઓલપાડ વિધાનસભા બેઠક પર ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, કોંગ્રેસ દ્વારા આજે ઓલપાડ બેઠક પર યોગેન્દ્ર સિંહ બાકરોલાની જાહેરાત કરાઈ હતી
● સુરત: કોંગ્રેસનાં પૂર્વ શહેર પ્રમુખ નૈષધ દેસાઇનાં ફાર્મહાઉસ પર પાટીદારોનો પથ્થરમારો, 20 થી 30 જેટલા પાટીદારો પથ્થરમારો કરી ભાગી છુટ્યા, ખટોદરા પોલીસ ઘટનાસ્થળે જવા રવાના
● જામનગરમાં પણ પાસ કન્વીનરનો વિરોધ સાથે આક્રોશ, જામનગર પાસ કન્વીનર ભૂપત પટેલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો
● જો લલિત વસોયાની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો, આવતીકાલે સવારે જામનગરમા કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કરાશે : લલિત વસોયા સહિત પાસના સભ્યને ટિકિટ અપાતાં ઉગ્ર આક્રોશ દર્શાવ્યો, લલિત વસોયાને હરાવવા માટે પાસ મેદાને ઉતરશે
● કોંગ્રેસના કાર્યાલય ખોલવા દેવામાં નહી આવે તેવી ધમકી, મનોજ કાલરીયાએ આપી ખુલ્લી ધમકી, મોરબી જીલ્લા પાસના આગેવાનનો વિડીયો વાયરલ : મોરબી પાસમાં ટીકીટની ફાળવણીને લઈને બળવો, મોરબી કે ટંકારામાં ટીકીટ ન મળતા પાસ નારાજ
● કોંગ્રેસ કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, પાસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ કરવા પહોંચશે
● સુરતમાં PAAS દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો, ટિકિટ ફાળવણી મુદ્દે PAASનો હોબાળો : સુરતના યોગીચોક વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવારની ઓફિસમાં તોડફોડ, નિલેશ કુંભાણીની ઓફિસમાં પાસ દ્ધારા તોડફોડ કરાઇ, પાટીદારોને નજર અંદાજ કર્યા હોવાનો પાટીદારનો આક્ષેપ
● કોંગ્રેસ અને એન.સી.પી વચ્ચે જોડાણ તૂટ્યૂં, એન.સી.પી. એકલા હાથે ૧૮૨ બેઠકો પર લડશે ચૂંટણી, આજે પ્રફૂલ પટેલ કરશે પ્રેસ કોન્ફરન્સ
● કોંગ્રેસની ૭૭ ઉમેદવારોની યાદી જાહેર,દરેક જ્ઞાતિને સાચવવાનો પ્રયાસ હજૂ પણ ૧૨ ઉમેદવારોના નામ બાકી,આજે થશે જાહેરાત
● હાર્દિક પટેલના પડઘરી પાસેના રોકાણસ્થળે મોટી રાત સુધી ચાલી મિટીંગો, ફાર્મહાઉસ પર ગોઠવાયો સુરક્ષા બંદોબસ્ત
● પાસના ત્રણ નેતાઓને ટિકીટ આપવા બાબતે બબાલ, કોંગ્રેસના નેતાઓનું મૌન, ભારતસિંહ ફરી ભુગર્ભમાં
● પાસના વિરોધને પગલે સુરત સહીત રાજયના અન્ય ભાગોમાં કાર્યકરો રસ્તા પર,સુરતમાં મારામારીની ધટના, કોંગ્રેસ અગ્રણીના ફાર્મહાઉસ પર પથ્થરમારો
● કોંગ્રેસની યાદી જાહેર થતાંની સાથે જ પાસનો વિરોધ, ભરતસિંહ સોલંકીના ધરે પાસના આગેવાનોનો હોબાળો..કોંગ્રેસ કાર્યલય પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત