સ્વાદિષ્ટ ભોજન કોને ન ભાવે? દરેકને ખાવાનું સ્વાદિષ્ટ જોઇએ છે. દરેક મહિલાની રસોઇ બનાવવાની રીત અલગ-અલગ હોય છે, અને દરેક મહિલા પોતાની રીત પ્રમાણે જ રસોઇ કરે છે. તે પોતાની રસોઇની સ્ટાઇલમાં કોઇ પ્રકારનો બદલાવ લાવવો પસંદ નથી કરતી પરંતુ જ્યારે ઘરના સભ્યોને પોતાના ઘર કરતા બહારની રસોઇ વધારે સ્વાદિષ્ટ લાગે ત્યારે મહિલા પોતાની રસોઇમાં થોડો બદલાવ લાવે છે, જેથી તેના ઘરના સભ્યો પોતાના હાથે બનેલી વાનગી ખાય, અમુક પ્રકારના મરી મસાલાના ઉપયોગથી વાનગી સ્વાદિષ્ટ બને છે. આમ, જો તમે પણ તમારી રસોઇને સ્વાદિષ્ટ બનાવવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલમાં શાક વઘારવામાં આવે તો બે ચમચી તેલમાં પણ સ્વાદિષ્ટ શાક બને છે. ઓછા તેલમાં સ્વાદિષ્ટ રસોઇ બનાવવા ઓલિવ ઓઇલનો પ્રયોગ કરો.
મીઠું
મીઠું એવી વસ્તુ છે, જે રસોઇમાં નાંખવામાં ન આવે તો ગમે તેટલી ટેસ્ટી વાનગી બની હોય પરંતુ તેનો ટેસ્ટ ફિક્કો જ લાગે છે, જ્યારે મીઠું ન હોય ત્યારે પણ વાનગી ન ભાવે અને જો મીઠું વધારે માત્રામાં નાંખવામાં આવે ત્યારે પણ વાનગી ટેસ્ટી લાગતી નથી. મીઠું યોગ્ય પ્રમાણમાં નાંખો.
લીંબુ
રસોઇમાં જે રીતે મીઠું, મરચું જરૂરી છે, તે જ પ્રમાણે ખટાશ પણ જરૂરી છે. વાનગીમાં મીઠું, મરચું, ખટાશ યોગ્ય પ્રમાણમાં હોય તો વાનગી ટેસ્ટી બને છે. ખટાશમાં લીંબુના રસનો ઉપયોગ કરો.
તમાલપત્ર
મોટાભાગના લોકો તમાલપત્ર પ્લેટમાં જ રહેવા દેતા હોય છે, તે ખાવાનું કોઇ પસંદ નથી કરતું. પરંતુ તમાલપત્ર વાનગીને સુંગધીદાર અને સ્વાદિષ્ટ બનાવે છે. તેનો ભૂકો કરીને પણ જો વાનગીમાં નાંખવામાં આવે તો સ્વાદ સારો લાગે છે.
લીલા ધાણા
વાનગીને ગાર્નિશ કરવા માટે લીલા ધાણા, ફુદીનો, લીમડાનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ વસ્તુઓ રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે, તેનાથી વાનગીનો ટેસ્ટ જ બદલાઇ જાય છે, વાનગી વધુ સ્વાદિષ્ટ બને છે. ઉપરાંત દેખાવમાં આકર્ષક લાગે છે, સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
મરી પાઉડર
મીઠું જે રીતે વાનગીમાં ટેસ્ટ લાવે છે, તે જ રીતે મરી પાઉડર પણ વાનગીને ટેસ્ટી બનાવે છે. જ્યારે પણ તમે રસોઇ બનાવો ત્યારે મરી પાઉડરનો ઉપયોગ કરવો તેની સુંગધ વાનગીમાં ભળે છે અને વાનગીને ટેસ્ટી બનાવે છે.