કચ્છનાં વિધાનસભાની ચૂંટણી જંગમાં ફુલ છ બેઠકો ઉપર ભાજપ, કૉંગ્રેસ, એનસીપી, જનવિકલ્પ અને અપક્ષ ઉમેદવારોની કુલ સંખ્યા ૧૧૩ ઉપર પહોંચી છે. જોકે, આ ૩૪ ઉમેદવારી પત્રો રદ થયા પછીની સંખ્યા છે. કચ્છમાં સામાન્ય રીતે બે મુખ્ય પક્ષો કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે, પરંતુ આ વખતે કૉંગ્રેસના બાબુભાઈ મેઘજી શાહના બળવાએ રાજકીય હલચલ સર્જી છે. તેમણે એનસીપી વતી દાવેદારી કરી છે. જનતાદળ અને જનવિકલ્પના ઉમેદવારોએ પણ પોતાના પક્ષની હાજરી પુરાવી છે. જોકે, કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લોે દિવસ છે અને રિસામણા-મનામણા પછી શુક્રવારે ઉમેદવારોનું ચિત્ર ક્લિયર થઇ જશે.