● યુપીના ચિત્રકૂટ પાસે મોટી રેલ દુર્ઘટના... વાસ્કો દી ગામા ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ખડી પડતાં 3ના મોત.. 50થી વધુ ઘાયલ..
● રાહુલગાંધી આજથી બે દિવસ ગુજરાતની યાત્રાએ...પોરબંદરથી શરૂ થશે મતદારો સાથે મુલાકાત...દાહોદમાં આવતીકાલે સંબોધશે સભા...
● સીડીકાંડને લઈ સંજય જોશી આવ્યા હાર્દિકની વ્હારે.. કહ્યું- હાર્દિકને બદનામ કરવાનું થઈ રહ્યું છે ષડયંત્ર...
● આજે પ્રથમ તબકકાના ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ...ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ..તો પ્રથમ તબક્કામાં 428 ઉમેદવારોના ફોર્મ રદ..તો 1280 માન્ય ઉમેદવારો..
● શક્તિસિંહ ગોહિલ સામે ભાજપના ચૂંટણીપંચમાં ધામા.. શક્તિસિંહ ગોહિલનું ફોર્મ રદ્દ કરવા ભાજપની માગ..કચ્છની માંડવી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે શક્તિસિંહ..
● આજે આવી શકે છે ભાજપની વધુ એક યાદી...અમદાવાદના 6 ધારાસભ્યો પર લટકતી તલવાર..
● વરાછા રોડ પર જય સરદારના નારા સાથે નિકળેલા પાસના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જથી મામલો બિચકયો... પોલીસ સ્ટેશને કાર્યકર્તાનો ધેરાવ... મોડી રાત સુધી પરિસ્થિતી તંગ...
● સુરતના વરાછામાં મોડી રાતે હંગામા બાદ સ્થિતી કાબૂમાં.. પાસના કાર્યકર્તાઓ સહીત કોંગી નેતાઓથી કરાઇ હતી અટકાયત...મોડી રાતે છુટકારો...
● સુરત : પાસના કાર્યકરોનો ભાજપના કામરેજના ઉમેદવારના કાર્યાલય સામે હંગામો, 50 થી વધુ બાઇક પર આવેલા પાસના કાર્યકરોએ જય સરદારના નારા લગાવ્યા તો ભાજપ હાય હાય ના નારા પણ લગાવ્યા, પોલીસના સમજાવ્યા બાદ યુવાનો રવાના થયા