કેન્દ્રીય મંત્રી ઉમા ભરતી ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. અને અંકલેશ્વર ખાતે તેઓએ નરેન્દ્ર મોદીના મોં ફાટ વખાણ કર્યા હતા.
ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયા છે. આજરોજ ભરૂચ ના અંકલેશ્વર ખાતે કેન્દ્રીય પ્રધાન ઉમા ભરતી પ્રચાર માટે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતે દેશ ને એવી ભેટ આપી છે જેનું ઋણ દેશ ક્યારેય નહિ ચૂકવી શકે. અને આ ભેટના કારણે જ દેશવાસીઓ આજે ભારતીય હોવાનું ગૌરવ લઇ રહયા છે.
તેઓએ જણાવ્યું હતું કે ભાજપના મૂળ ખુબ મજબૂત છે. તે જેમ તેમ ઉખડી નહિ શકે. પછી એ ગુજરાત હોય કે દેશ હોય. કોંગ્રેસે તે સમજી લેવાની જરૂર છે.
વડોદરામાં સભાને સંબોધતા ઉમા ભારતીએ રાહુલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની મેમરી પર અમને શંકા નથી. રાહુલ ગાંધીને મેમરી પ્રોબ્લેમ હોય તો તેમણે હોમિયોપેથિક દવા લેવી જોઈએ. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દિવ્યાંગ બન્યો છે. કોંગ્રેસે હાર્દિક જેવા લોકોનો આધાર લેવો પડયો છે.