પ્રોટીન,કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોવાને કારણે બદામ આપણા શરીરને પ્રાકૃતિક ગરમી આપે છે. શિયાળાની ઋતુમાં બદામના શીરાનુ સેવન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. તો આજે બદામનો શીરો બનાવતા શીખીશું.
સામગ્રી
– બે કપ બદામ
– અઢી કપ ખાંડ
– 2 ટીપા કેસરી રંગ
– 1 કપ ઘી
– 1 કપ દૂધ
બનાવવાની રીત
– બદામને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો.
– પલળેલી બદામના છાલટા કાધી તેને મિક્સરમાં થોડા દૂધ સાથે વાટી લો.
– હવે કડાહીમાં ઘી નાખો અને જ્યારે ઘી – ગરમ થઈ જાય તો તેમા બદામનુ પેસ્ટ નાખો અને સરી રીતે સેકી લો.
– પછી તેમા કેસરનો રંગ નાખો જ્યારે પેસ્ટ સોનેરી થાય ત્યારે ખાંડ નાખી હલાવો.
-જ્યારે તમને લાગે કે શીરો ઘટ્ટ થઈ ગયો છે, ત્યારે તેને પિસ્તાથી સજાવી સર્વ કરો.