ગુજરાત ભાજપ મહિલા મોરચો આજે સાંજે સાડા ચાર કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ રચશે. ભાજપ મહિલા મોરચાએ કાર્યકરોના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરાવી છે. શુક્રવારે સાંજે યોજાનારા કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના મંડળ સ્તર સુધીના નેટવર્કમાં ૫૦૦૦ થી વધુ કાર્યકરો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે. ટેકનોલોજીના ઉપયોગમાં અવ્વલ રહેલુ ભાજપ ચૂંટણી પ્રચાર અંતર્ગત આ પ્રકારનો પહેલો પ્રયોગ કરવા આગળ વધી રહ્યુ છે.