● આજે ફરી ગુજરાત પ્રવાસે PM મોદી, 8 અને 9 ડિસેમ્બર દરમિયાન પણ PM ગુજરાત પ્રવાસે, આજે ધંધૂકામાં PM સભાને સંબોધશે : બપોરે 12 વાગે દાહોદમાં સભાને સંબોધશે PM, 2 વાગ્યે નેત્રંગમાં PMની જાહેરસભા યોજાશે
● BJP અધ્યક્ષ અમિત શાહ આજે દ્વારકાના બિરલા ચોક ખાતે 3:30 વાગે સભાને સંબોધશે : ખંભાળિયાના જોધપુર ગેટ ખાતે શાહ સભાને સંબોધશે, અમિત શાહની ખંભાળિયામાં 5:30 વાગ્યે જાહેરસભા : અમિત શાહ દ્વારકા BJP કાર્યાલયની મુલાકાત લેશે, જિલ્લા ભાજપ પ્રતિનિધિઓની મુલાકાત લેશે
● યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે, યોગી આજે 4 જાહેરસભાને સંબોધિત કરશે, ગારિયાધાર, તાલાલા, સાવરકુંડલા, અમરેલીમાં સભા
● ઉમાભારતી આજે ગોંડલના પ્રવાસે, ગોંડલના મોવિયા અને માંડવીમાં ઉમાભારતીની સભા
● ઓખી નબળું પડ્યું હોવા છતાં ગુજરાતના અનેક વિસ્તારમાં રાત્રે ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો, હવામાન વિભાગની આગાહી મુજબ દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું વાતાવરણ, રાજ્યમાં દિવસભર રહેશે વાદળ છાયું વાતાવરણ : ઓખી ચક્રવાત નું સંકટ ગુજરાત પરથી હટ્યું, સુરત નવસારી દરિયા કિનારે વિસ્તારથી 280 કિલો મીટર દૂર ડીપ ડિપ્રેશનમાં ઓખી પરિવર્તિત થતા નબળું પડ્યું
● સુરત : પાલ ગામ નજીક આવેલ ચાર જેટલી ખાનગી ટ્રાવેલર્સ બસોમાં આગ, અજાણ્યા શખ્સો દ્વારા બસમાં આગ લગાવવામ આવી હોવાનો માલિકનો આરોપ : આગના પગલે ફાયરની ચાર જેટલી ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે, આગમાં ત્રણ જેટલી બસો બળીને ખાખ