સામગ્રી
અળસી- 500 ગ્રામ
ઘઉંનો લોટ- 500 ગ્રામ
દેશી ઘી- 500 ગ્રામ
ગોળ- 800 ગ્રામ
કાજૂના ટુકડા- 100 ગ્રામ
બદામના ટુકડા- 100 ગ્રામ
ગુંદ- 100 ગ્રામ
રીત
સૌથી પહેલા અળસીને શેકી લો. તેને ઠંડી કરી અને દળી લેવી. એક પેનમાં 200 ગ્રામ ઘી લઈ તેમાં ઘઉંના લોટને શેકી લેવો અને સાઈડ પર રાખો. આ સાથે જ ગુંદને પણ તળીને ભુક્કો કરી લો. ગુંદ તળેલા ઘીમાં જ અળસીના પાવડરને ઉમેરી અને ધીમા તાપે સાંતળો. હવે અન્ય એક પેનમાં પાણી અને ગોળ ઉમેરી અને ચાસણી બનાવો. પાણી ઉકળે એટલે તેમાં લોટ, અળસીનો પાવડર, કાજૂ-બદામ, ગુંદ ઉમેરો અને સારી રીતે મીક્ષ કરી લો. આ મિશ્રણના લાડૂવાળી અને સ્ટોર કરી લો. તૈયાર છે અળસીના ટેસ્ટી ટેસ્ટી લાડૂ.