આજકાલ બગડતી લાઇફ સ્ટાઇલ અને વધી રહેલા પ્રદુષણને લઇને સુંદર અને ભરાવદાર વાળ ફક્ત યુવતીઓ જ નહી યુવકોને પણ ગમે છે. દરેક લોકો તેમના ખરતા વાળથી પરેશાન છે.વ્યક્તિની હેર સ્ટાઇલ તેની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ ખરતા વાળને કારણે લોકો ખૂબ પરેશાન છે. પરંતુ આહારમાં પોષક તત્વોનો ઘટાડો અને હોર્મોનના અસંતુલન હોવાને કારણે વાળ પાતળા થઇ જવા સૌથી મોટુ કારણ છે. તો આવો જોઇએ શાકભાજીની જેમ ઉપયોગમાં લેવાતી કોબીજથી તમે તમારા વાળને લાંબા અને ભરાવદાર બનાવી શકો છો.
આપણા વાળ કેરોટીન નામના પ્રોટીનથી બનેલા હોય છે. એટલે કે પ્રોટીન વાળમાં હોય છે. જેથી ભોજનમાં પ્રોટીનનું ખૂબ મહત્વ હોય છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઇ 1.25 સેમી વધે છે.પહેલા વાળની સમસ્યા માટે ઉંમર, લિંગ, ઋતુ સહિત જવાબદાર હતા. પરંતુ હવે તેના માટે આપણી જીવનશૈલી સૌથી વધારે જવાબદાર થઇ ગઇ છે. તો પણ તમે કુદરતી ઉપાયથી વાળને ભરાવદાર અને મજબૂત બનાવી શકો છો.આજે અમે જે ઘરેલું નુસખાની વાત કરી રહ્યા છીએ તેનુ નામ છે કોબીજ..કોબીજ એક એવું શાક છે. જેમા મોટા પ્રમાણમાં સલ્ફર અને લોહ તત્વ રહેલા છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જશે અને વાળ ભરાવદાર થશે. આ શાક તમે સલાડ તરીકે પણ સેવન કરી શકો છો.
તે સિવાય કોબીજની પેસ્ટ બનાવી તેને મુલ્તાની માટી સાથે વાળમાં લગાવો. આમ કરવાથી 15 દિવસમાં ખરતા વાળ, સફેદ વાળ જેવી સમસ્યાથી છૂટકારો મળી શકે છે. કુદરતના ખજાનામાં તે સિવાય પણ ઘણાં નુસખા છે. જેનો પ્રયોગ કરીને તમે સહેલાઇથી વાળને મજબૂત અને ભરાવદાર બનાવી શકો છો.તે ઉપરાંત વાળને મજબૂત બનાવવા માટે તણાવ અને સકારાત્મક વિચાર પણ ખૂબલ જરૂરી છે.