નાણાંમંત્રી અરુણ જેટલીએ વધુ એક પ્રતિક્રિયા આપી છે તેમને કહ્યુ છે કે ભારત ફિસ્કલ એકીકરણની રાહ પર ચાલી રહ્યું છે અને બીજા ક્વાર્ટરમાં દેશની ઇકોનોમિક ગ્રોથની જે પિક્ચર ચાલી રહ્યું છે તેની સાથે ગ્રોથમાં થઇ રહેલા ઘટાડાનો ટ્રેન્ડ પલટી ગયો છે.જેટલીએ એફઆરડીઆઇ બિલની જોગવાઇઓથી જોડાયેલ ડર દૂર કરવાની પણ કોશિશ કરી છે. તેમણે કહ્યું છે કે સરકાર ફાઇનાન્સિઅલ ઇંસ્ટિટ્યૂશનમાં પબ્લિકની ડિપોઝિટ્સની પૂર્ણ રીતે રક્ષા કરશે. નાણાં મંત્રીના એક નિવેદન મુજબ બજેટથી પહેલા અર્થશાસ્ત્રીઓની સાથે ચર્ચામાં જેટલીએ કહ્યું, અમે ફિસ્કલ કંસોલિડેશનના રોડમેપ મુજબ ચાલી રહ્યા છે. તે હેઠળ ફિસ્કલ ડેફિસિટ 2015-16માં જીડીપીના 3.9 ટકા અને 2016-17માં 3.5 ટકા પર હતા. હાલ નાણાં વર્ષ માટે 3.2 ટકા પર રોકવાનું લક્ષ્ય બજેટમાં નક્કી કરવામાં આવ્યું છે.
સરકાર નાણાં વર્ષ 2018 માટે ફિસ્કલ ડેફિસિટના ટારગેટથી ચૂકી શકે છે. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ફિસ્કલ ડેફિસિટ ચાલી રહેલા નાણાં વર્ષ માટે બજેટ અનુમાનના 96.1 ટકા પર પહોંચી ગયું હતું. જોકે વડાપ્રધાનની કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝરીના મેમ્બર રથિન રોયે કહ્યુ કે સરકાર ફિસ્કલ ડેફિસિટ ટારગેટ હાંસલ કરી લેશે. તેમજ આ સંબંધમાં એખ રાજકીય પ્રતિબદ્ધતા છે. જેટલીએ કહ્યું કે ખર્ચને તર્કસંગત બનાવીને સરકારી ખર્ચમાં લૂપહોલ્સને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ફર અને પબ્લિક ફાયનાન્સિલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દૂર કરીને રેવેન્યુને વધારવા માટે ઇનોવેટિવ પગલાં દ્વારા ફિસ્કલ ટારેગેટ હાંસલ કર્યા છે. એરઆરડીઆઇ બિલ અંગે જેટલીએ કહ્યું કે આ ડ્રાફ્ટ લોની જોગવાઇ અંગે અફવા ફેલાવવામાં આવી રહી છે. સરકારી બેન્કોમાં 2.11 લાખ કરોડ રૂપિયા લગાવવાના સરકારના આ પ્લાનથી આ બેન્ક મજબૂત થશે અને કોઇપણ બેન્કનું ફેલ થવાનો સવાલ જ ઉભો થશે નહી અને જો આવી કોઇ સ્થિતિ ઉભી થશે તો સરકાર ગ્રાહકોના ડિપોઝિટર્સની પૂર્ણ સુરક્ષા કરશે. તેમણે કહ્યું કે આ અંગે સરકારના વિચાર બિલકૂલ યોગ્ય છે.
એફઆરડીઆઇ બિલ 2017ને ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે બાદમાં સંસદમાં સંયુક્ત સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. જેથી કમિટીની જે પણ ભલામણ હશે, તેના પર સરકાર વિચાર કરશે.આ બિલનો ઉદ્દેશ એક ફ્રેમ વર્ક બનાવવાનું છે. જેના દ્વારા બેન્કો, ઇંશ્યોરન્સ કંપનીઓ, નોન બેન્કિંગ ફાયનાન્સિઅલ કંપનીઓ અને સ્ટોક એક્ષચેન્જ જેલા ફાયનાન્સિઅલ ઇંસ્ટિટ્યૂશનની ઇનસોલ્વેંસીની કોઇપણ સ્થિતિમાં ધ્યાન રાખવામાં આવી શકે છે. આ બિલમાં એક ઠરાવ કોર્પોરેશન બનાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.