મસાલા બેંગન બનાવવા માટે બેંગનમાં ચીરા કરવા અને પછી બધા મસાલા મિક્સ કરીને તેને રિગણની અંદર ભરવો. રિગણને તેલમાં લઈને ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. જો કે, તેને બનાવવાની પ્રક્રિયા ભરવા રિંગણ જેવી છે, પરંતુ તેને ગ્રેવી સાથે બનાવવામાં આવે છે.
સામગ્રી :
– 6 નંગ નાના રિંગણ
– સમારેલી બે નંગ ડુંગળી
– સમારેલા બે ટામેટા
-સમારેલા લીલા મરચા
– એક નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
– ત્રણ મોટા ચમચા તેલ
– બે સૂકાયેલા મરચાં
– ચપટી હીંગ
– અડધો કપ પાણી
– બે મોટા ચમચા સમારેલી કોથમીર
– એક નાની ચમચી હળદર
-અડધી ચમચી ધાણા પાવડર
– અડધી ચમચી જીરા પાવડર
– અડધી ચમચી લાલ મરચું.
– અડધા ચમચો આમચૂર પાવડર
-એક નાની ચમચી ચાટ મસાલો
– સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો
બનાવવાની રીત :
– સૌથી પહેલા રિંગણને ધોઈને તેને સાફ કરી દો.
-તેના પછી છરીથી રિંગણને વચ્ચેથી કાપો. બેગંનના ઉપરનો ડીટાનો ભાગ હોવો જરૂરી છે.
– હવે રિંગણની અંદર ભરવા માટે એક બાઉલમાં મસાલો તૈયાર કરો.
– મિક્સ મસાલો બનાવવા માટે મીઠું, ચાટ મસાલો, ધાણા પાવડર, હળદર, જીરું અને લાલ મરચું નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો
– હવે મિક્સ મસાલાને રિંગણની અંદર ભરી દો.
– ચમચી અથવા હાથથી મસાલો ભરવો.
– તેના પછી મીડિયમ તાપમાને કઢાઈમાં તેલ ગરમ કરવું.
– તેલ ગરમ થયા પછી તેમાં રિંગણ નાખો.
– બેંગનને સારી રીતે ફ્રાય કરી લો તેના પછી એક પ્લેટમાં નિકાળી દો.
– તેના પછી કઢાઈમાં વધેલા તેલમાં હીંગ, સૂકાયેલા લાલ મરચા નાખીને વઘાર કરવો
– વઘાર કર્યા પછી તેમા આદું લસણની પેસ્ટ નાખીને 1-2 મિનિટ સુધી ચમચાથી હલાવો.
– પછી ડુંગળી નાખો અને અને તેને થોડીવાર ચમચાથી હલાવો.
– ડુગંળી થોડી ચઢી જાય એના પછી તેમાં ટામેટા અને લીલા મરચા નાખીને 2-3 મિનિટ સુધી ચઢવા દો.
– હવે ડુંગળી અને ટામેટા ચઢી જાય એના પછી બચેલા મિક્સ મસાલા નાખીને બરાબર મિક્સ કરી દો.
– મસાલો બરાબર મિક્સ થાય તેના પછી તેમાં પાણી નાખીને 3-4 મિનિટ સુધી ઉભરો આવે ત્યાં સુધીં ચઢવા દો.
– તેના પછી રિંગણ નાખીને 5-7 મિનિટ ઢાકીને ચઢવા દો. તો તૈયાર છે બેંગન મસાલા