ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર 68.70 ટકા વોટિંગ થયું હતું. સાંજે 5 વાગે મતદાનનો સમય પૂરો થઈ ગયો હોવા છતા મતદાન કરવા આવેલા લોકોને ટોકન આપીને વોટિંગ કરવા દેવામાં આવ્યું હતું. આજે સાંજે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું છે. અગાઉ 9 ડિસેમ્બરના રોજ થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 68.70 ટકા મતદાન થયુ છે.
આજે સાંજે પાંચ વાગ્યાના ટકોરે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંંત થયા હતા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. આ સાથે જ ગુજરાત વિધાનસભા ઈલેક્શનની 93 બેઠકોમાં ઉભા રહેલા 851 મતદારોનું ભાવિ EVMમાં કેદ થયું છે, જેનો નિર્ણય સોમવારે 18મી ડિસેમ્બરે થશે.