● દિલ્હીમાં આજે મળશે ભાજપની પાર્લામેન્ટ્રી : 6 વાગ્યે BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે : ગુજરાત, હિમાચલના CMનાં નામ પર થશે ચર્ચા : અમિત શાહના નેતૃત્વમાં મળશે પાર્લામેન્ટ્રીની બેઠક : બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત
● કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ આજે રાત્રે 2 થી 3 સભ્યોની ટીમ આવશે ગુજરાત : ગુજરાતના પરિણામ બાદ નોટિફિકેશનને લઈ થશે કાર્યવાહી : નોટિફિકેશનની પ્રોસીજર પૂર્ણ કાર્ય બાદ રાજ્યપાલને સોંપાશે નોટિફિકેશન
● આજથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતનશિબિર યોજાશે : મહેસાણાના સેફરોની રિસોર્ટમાં મળશે ચિંતનશિબિર : ભરતસિંહ, અશોક ગેહલોત ચિંતનશિબિરમાં રહેશે હાજર : જિલ્લાવાર પરિણામની શિબિરમાં કરાશે ચર્ચા : અપેક્ષા મુજબનું પરિણામ ન મળતાં મળશે બેઠક : 22 ડિસેમ્બરે રાહુલ બેઠકમાં આપી શકે હાજરી : મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અંગે થશે ચર્ચા : ગાંધીનગર, પાટણ, દાહોદની બેઠકમાં ચર્ચા કરાશે
● વાપીના આનંદનગરના 10 માળના ઓર્ચિડ ટાવરની ટેરેસ પર મોબાઇલ ટાવરમાં આગ , ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમા દોડધામ મચી : 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે
● ચીન સાથે થશે સીમા વિવાદ પર વાત : ભારત અને ચીનના NSA વચ્ચે મુલાકાત : ડોકલામ બાદ પ્રથમવાર મળશે બન્ને દેશના NSA
● પદ્માવતી ફિલ્મ બાદ ટાઇગર ઝિંદા હે પર હોબાળો : મહારાષ્ટ્રમાં ફિલ્મને કરવો પડી શકે વિરોધનો સામનો : MNS એ મહારાષ્ટ્રમાં ફિલ્મ રીલિઝને લઇને આપી ધમકી : મરાઠી ફિલ્મ દેવાને પ્રાઇમ ટાઇમ શો ન મળતા ધમકી : પ્રાઇમ ટાઇમમાં ટાઇગર જિંદા હૈ ચાલશે તો થશે વિરોધ