જગત મંદિરના દર્શન માટે વૃદ્ધો, અશક્તો તથા દિવ્યાંગોને મંદિર સુધી આવનજાવન કરવા માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઇ-રિક્ષાનું દ્વારકા નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રાળુઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધોે, અશક્તો તથા દિવ્યાંગો આવતા હોય છે. જે શારીરિક સમસ્યાઓના લીધે મંદિર સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય છે. જે આ સમસ્યા ને દૂર કરવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દ્વારકા માં ઇ રિક્ષા નંગ ૧૦ મૂકવામાં આવી છે. જે આવા લોકોને દ્વારકા શહેરના અલગ અલગ જગ્યાએ થી લઇને મંદિરના પરિસરમાં નિ:શુલ્ક ઉતારવામાં આવશે. આ ઇ-રીક્ષાનું સંચાલન દ્વારકા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી. ડોડીયાએ જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઇ-રિક્ષા હાલ કીર્તિસ્તંભથી લઇ ને જગત મંદિરના ઠાળિયા સુધી ટ્રાયલરૂપે શરૂ કરવામાં આવી છે અને પાલીકાની આવતી મિટીંગમાં નક્કી કરવામાં આવશે કે આ તમામ દશ ઇ રિક્ષા શહેરના ક્યા ક્યા વિસ્તાર થી શરૂ કરવામાં આવી શકે.