આધુનિક સમયમાં સ્ત્રીઓ અને પુરુષો બંને નોકરી કરતાં હોય છે અને તે બંને બે વાતોથી ચિંતીત રહે છે. એક સતત બેસીને કામ કરવાના કારણે વધેલું વજન અને બીજું ઓફિસમાં દિવસનો મોટા ભાગનો સમય પસાર થવાથી કસરત માટે ન મળતો સમય. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી કસરત થતી નથી અને પેટ પર એક પછી એક ચરબીના ટાયર બનવા લાગે છે. જો કે આજે કસરતની એવી 9 ટીપ્સ અહીં આપવામાં આવી છે કે જેને તમે ઓફિસમાં બેસીને પણ કરી શકો છો અને વજન ઘટાડા તરફ આગળ વધી શકો છો.
1.ઓફિસમાં બ્રેકના સમયમાં 5 મિનિટ મેડિટેશન કરવું. આમ કરવાથી તાણ ઘટે છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે.
2. ઓફિસમાં જમ્યા પછી રોજ સેલ્ફી લેવી તેનાથી વધતાં વજનનો ખ્યાલ આવશે.
3. ટી બ્રેકમાં રોજ 2થી 3 વાર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી શરીરને આરામ મળે છે. સતત બેસી રહેવાથી શરીરને આમ પણ નુકસાન થાય છે.
4. લંચ પછી તુરંત બેસી ન જવું, થોડું હલન ચલન અવશ્ય કરવું.
5. શક્ય હોય ત્યાં સુધી ઓફિસમાં દૂધવાળી ચા પીવાને બદલે ગ્રીન ટી પીવાનું રાખવું.
6. ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
7. વજન ઉતારવા હોય તો નાસ્તા પછી કે ભુખ લાગે ત્યારે ઠંડા પીણાં પીવાનું ટાળવું.
8. ફ્રી સમય મળે ત્યારે એક સ્થળે બેસી રહેવાને બદલે ઓફિસની બહાર ચક્કર મારવા.
9. શક્ય હોય તેટલું વધારે પાણી પીવું. જો પાણી હુંફાળું હોય તો સૌથી સારું પરિણામ મળશે.