રાજ્યમાં ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યની રપ૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ-વર્ચ્યુઅલ કલાસરૂમ કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાને ઇ.સ.ર૦૧૮ નૂતન વર્ષનો પ્રથમ દિવસ ક્ધયા કેળવણીને સમર્પિત કરતાં કચ્છના માંડવી તાલુકાના પિયાવામાં નવનિર્મિત સ્વામીનારાયણ ક્ધયા વિદ્યામંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ ક્ધયા કેળવણીને પ્રોત્સાહન-પ્રેરણા આપવાના અભિગમની ભૂમિકા આપતાં કહ્યું કે, દોઢ દાયકા પૂર્વે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પ૭ ટકા હતું, તે હવે ૭૦ ટકા સુધી પહોંચ્યું છે અને હવે સમાજ અને સરકારના સહયોગથી ૧૦૦ ટકા ક્ધયા સાક્ષરતાનો ધ્યેય પાર પાડવો છે. ૯ એકર વિસ્તારમાં રૂ.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત આ સ્વામીનારાયણ ક્ધયા વિદ્યામંદિરમાં ૧ર૦૦ થી વધુ દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરશે. સ્વામીનારાયણ ભગવાને સદ્દવિદ્યા પ્રસરાવવાની આજ્ઞા આપી છે. તે મુજબ સંપ્રદાયના સંતો પૂજન સાથે સદ્દવિદ્યાનો પ્રસાર અને સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રમાં પણ સમાજિક યોગદાનની જરૂરત તેમણે દર્શાવી હતી. રાજકોટમાં આવેલા વિજય રૂપાણી અને વિધાન સભા-૬૯ બેઠક પરથી જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ અને પુન પદગ્રહણ કયા બાદ પ્રથમવાર રાજકોટ આવેલા વિજય રૂપાણીનું રાજકોટ ખાતે હજારો શુભેચ્છકો, અનેક જ્ઞાતિની સંસ્થાઓ, શહેર ભાજપા હોદેદારો - અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ રાજકોટના પ્રજાજનોએ મને તેમના પ્રેમ, તેમની લાગણીઓ, તેમના વધામણાંથી મને ભીંજવી દીધો છે. પદગ્રહણ કર્યા બાદ મારા રાજકોટમાં મારી આ પ્રથમ મુલાકાતને અવિસ્મરણીય બનાવી કાર્યકરોનો પ્રેમ, શુભેચ્છાની લાગણી, સંતો મહંતોના આશીર્વાદની અનરાધાર વષર્થી હું ભાવભીનો થયો છું. સહુનો ઋણી છું. જયાં માનવી ત્યાં સુવિધા અને વિવાદ નહીં પરંતુ સંવાદના મારા કાર્યમંત્રને સાર્થક કરવા રાજકોટવાસીઓનો હૂંફાળો સંગાથ મળતો રહેશે, તેવો મને વિશ્ર્વાસ છે. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટના નાગરિકોને ધરપત આપી હતી કે હું કોઈને હરાવવાને બદલે રાજકોટવાસીઓના દિલ જીતવાની નેમ સાથે કામ કરવા માગું છું. જેમાં શહેરના વિકાસ માટે નાગરિકોના સૂચનોની રૂપાણીએ અપેક્ષા રાખી હતી. શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વિકાસ વગેરે જેવા તમામ ક્ષેત્રોમાં રાજ્યને રોલ મોડેલ બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિબદ્ધતા દોહરાવી હતી. આ પ્રસંગે વિજય પાણીને અભિવાદન કરવા માટે પોલીસ બેન્ડ, વોરા સમાજના બેન્ડ, અન્ય મંડળો તથા સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક રાસ મંડળ અને સીદી બાદશાહ સમાજ દ્વારા ધમાલ નૃત્ય રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.