તમે પાલક-બટેટા, પાલક-પનીર, પાલક-રીંગણનું શાક તો અનેક વાર જમ્યા હશો.પરંતુ શુ તમે પાલક-મકાઇનું શાક ખાધું છે. પાલક અને મકાઇ ખૂબ પૌષ્ટિક શાક છે. આ બન્ને મિક્સ કરીને પાલક-મકાઇને આ રીતે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક બનાવી શકે છો. આ રેસિપી બનાવવામાં સહેલી અને ખાવામાં મજેદાર છે. શિયાળામાં પાલક ખાવી આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક હોય છે.
સામગ્રી
1/2 કપ- પાલક
1 કપ – બાફેલા મકાઇના દાણા
3/4 કપ – ટામેટા
3/4 કપ – ડુંગળી
3-4 ટૂકડા – લસણ
2 ચમચી – તેલ
1 નાની ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર પાઉડર
1/2 નાની ચમચી- ગરમ મસાલો
1 ચમચી – લાલ મરચું પાઉડર
સ્વાદઅનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ પાલકના પાનને બરાબર ધોઇ લો. હવે તેને એક મોટા વાસણમાં ઉકાળો. પાલકના પાનને 2 થી 3 મિનિટ પાણીમાં ઉકાળો. પાલકના પાનને ઉકાળ્યા બાદ તેને ઠંડા પાણીમાં ધોઇ લો. તે બાદ મકાઇના દાણાને પણ ઉકાળી લો. તે બાદ પાલકની સાથે ટામેટા અને ડુંગરીને ક્રશ કરી લો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરી જીરૂ ઉમેરો. તે બાદ તેમા ક્રશ કરેલી ડુંગળી ઉમેરો, તેને 4 મિનિટ સુધી બરાબર સાંતળો. તે બાદ તેમા ક્રશ કરેલા ટામેટા ઉમેરો. ત્યાર બાદ તેમા લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠુ ઉમેરો. હવે તેને ઉકળવા દો. 5 મીનિટ બાદ હવે તેમા પાલક મિક્સ કરો. તેને 3 થી 4 મિનિટ રાખો. હવે તેમા બાફેલા મકાઇના દાણા ઉમેરો. 3 થી 4 મિનિટ બરાબર ઉકળવા દો. બાદમાં ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે તમારું પાલક મકાઇનું શાક.. આ શાકને ગરમા ગરમ રોટલી, નાન, પરોઠા કે ખુલચા સાથે સર્વ કરી શકો છો.