● રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો : વલસાડમાં 9.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું : નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયુ : અમદાવાદ અને મહુવામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું
● છોટાઉદેપુર: બોડેલી સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મોત, સાત ગંભીર રીતે ઇજાગ્રસ્ત : મધ્યપ્રદેશના ખરગોનથી હાર્ટના દર્દીને વડોદરા લઈ જતા હતા, બોલેરોમાં સવાર હાર્ટના દર્દીનું જ ઘટના સ્થળે મોત :
● ઇજાગરતોને બોડેલી સારવાર અર્થે ખસેડાયા
● અમદાવાદ : સાયન્સ સિટી રોડ રતનપુર ગામની ઘટના : સરસ્વતી પેપર મિલમાં વહેલી સવારે લાગી આગ, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે : કોઈ જાનહાની નથી, આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી
● ફી અધિનિયમનો મામલો : ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે SCમાં થઈ અરજી : હાઈકોર્ટનાં ચુકાદાને SCમાં પડકાર : ફેન્ડરન્સ ઓફ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ SCમાં ગઈ : ફી અધિનિયમનાં કાયદામાં ફેરફાર કરવામાં રાજ્યસરકારે પણ દાખલ કરી છે કેવીઅટ : SC બન્ને પક્ષોને સાંભળીને આપશે નિર્ણય
● રાજકોટ ના રાધે હોટલ પાસેની ઘટના : ફોર્ચ્યુન હોટલની સામે રોહિત નામના યુવાનની કુહાડી મારી હત્યા નિપજાવવાનો પ્રયાસ : ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી